આજે વિશ્વના લોકપ્રિય જનનેતા અને ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડીઓ દ્વારા બહાર પડતુ ”મન કિ બાત” કાર્યક્રમ સંદર્ભે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે બુથ નં.૨૨૭માં યોજાયો હતો. નારિશકિતને સમર્પિત આ ”મન કી બાત” કાર્યક્રમ બાઢડા ગામે બુથ નં.૨૨૭માં તરૂણાબેન દેવાણીના નિવાસ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા/લીલીયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલાની ઉપસ્થિતીમા બાઢડા ગ્રામજનો અને બહેનો સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીનો ૧૦૯ મો એપીસોડ “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો હતો જેમા ધારાસભ્ય શ્રી કસવાલા સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, બાઢડા ગામના આગેવાન શ્રી અરવિંદભાઇ માંગુકીયા, માજી સરપંચશ્રી ધિરૂભાઇ માલાણી, તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી મહેશભાઇ ભાલાળા, મહામંત્રીશ્રી શૈલેષભાઇ બારૈયા, સરપંચશ્રી એશોસીએશનના પ્રમુખશ્રી તથા મેરીયાણા ગામના સરપંચશ્રી હિતેશભાઇ ખાત્રાણી અને બાઢડા ગામના મહીલા આગેવાનશ્રી તરૂણાબેન દેવાણી આ ”મન કી બાત” કાર્યક્રમમાં જોડાયા હતા. વધુમાં ધારાસભ્યશ્રી કસવાલાએ આ નારિશકિત સમર્પિત ”મન કી બાત”ના ૧૦૯માં એપીસોડમાં લોકપ્રીય નેતાશ્રી નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રના કામમાં જોડાવવા બહેનોને હાંકલ કરી હતી તેમ ”અટલધારા” કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયુ હતુ.
નારિશક્તિને સમર્પિત “મન કી બાત” નો ૧૦૯મો એપીસોડ ધારાસભ્ય શ્રી કસવાલાએ બાઢડા ગામની બહેનો સાથે નિહાળ્યો

Recent Comments