MP માં અખંડ ભારત ના શિલ્પી સરદાર ની પ્રતિમા મુદ્દે આક્રમક પૂર્વ સાંસદ ઠુંમર સરદાર પટેલ નામે વાત કરનારા સરદર પટેલ પ્રત્યે પોતાનું થોડું પણ ઋણ અદા કરવા માંગતા હોય તો આ બાબતનો સ્પષ્ટ ખુલાસો કરે
અમરેલી તાજેતરમાં મધ્યપ્રદેશ ભાજપનાં રાજયમાં રાજયનો ગૃહ પ્રધાનના હોમટાઉનમાં સરદાર પટેલની પ્રતિમાને ટ્રેકટરથી બેરહેમીથી પાડી દઈ લાકડીના ઘા મારી જે બેરહેમી કરેલા કૃત્યને પ્રત્યાઘાત આપતા અમરેલીના પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું છે કે, ગુજરાતની ભાજપ સરકાર સરદાર પટેલના નામે વાહવાહી કરી રહ્યા છે છતાં અમદાવાદ આંતર રાષ્ટ્રીય સરદાર પટેલ એરપોર્ટનું નામ પર અદાણીનું નામ ચડાવ્યું છે, મોઢેરા સ્ટેડીયમ સરદાર પટેલના નામને ભુસી નાખી તત્કાલીન મુખ્યમંત્રી પોતાનું નામ ચડાવ્યું છે. ભારત સરકારે સરદાર પટેલનાં સ્મારક અમદાવાદમાં બનાવી સરદાર પટેલના જીવનના મુલ્યો લોકોમાં પ્રસ્થાપિત કરવાનું ઉમદા કાર્ય કર્યું હતું તે સ્મારકને પણ મીટાવી નાખવાનો પ્રયાસ થતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર તેમજ પાટીદાર ભાજપના ધારાસભ્યો મધ્યપ્રદેશ ભાજપ સરકારમાં ગૃહ પ્રધાનના વિસ્તારમાં જે બેરેહમી કરવામાં આવી છે તે બાબતે શું કહેવા માંગે છે તે ગુજરાતની સાડા છ કરોડ જનતા જાણવા માંગે છે.
વધારામાં શ્રી ઠુંમરે જણાવ્યું હતું કે, સરદારના નામે અનેક ટ્રસ્ટો ઉભા થયા છે અને જે ટ્રસ્ટ પોતાની ખાનગી પેઢીની જેમ આવક પેદા કરી રહ્યા છે તે પટેલ સમાજનાં સરદાર પટેલનાં ટ્રસ્ટીઓ સરદારનું નામ વટાવી દેશમાં ગોડસે વૃતિ શરૂ કરવાનું કૃત્ય ચાલી રહ્યું છે તે બાબતમાં ટ્રસ્ટીઓનું શું મંતવ્ય છે તે ગુજરાતની સાડા છ કરોડ જનતા જાણવા માંગે છે તેમશ્રી ઠુંમરે જણાવ્યું હતું. તેમજ શ્રી ઠુંમરે તેમ પણ જણાવ્યું હતું કે, સરદાર પટેલની વાતો કરનારા જો સરદાર પટેલ પ્રત્યે પોતાનું થોડું પણ ઋણ અદા કરવા માંગતા હોય તો આ બાબતનો સ્પષ્ટ ખુલાસો કરે, તે પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે અને આવા કૃત્ય કરનાર અને મધ્યપ્રદેશ સરકારને ધીક્કાર વ્યકત કરેલ છે તેમજ મોઢેરા સ્ટેડીયમ પર સરદાર પટેલનું નામ ફરી પ્રસ્થાપિત થાય તે બાબતમાં સરદાર પટેલનાં નામે ચાલતા ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ ખુલાસો કરે કે તેમનું મંતવ્ય શું છે, તેમશ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું.
Recent Comments