ભાવનગર

બગદાણા ધામમાં ભાવ ભક્તિ અને ઉલ્લાસ સાથે પૂ બજરંગદાસ બાપાની પુણ્યતિથિ ઉજવણી 

ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જ નહિ પૂરા દેશ અને બહાર ભાવિક સેવકોના આરાધ્ય શ્રી બજરંગદાસબાપુની પુણ્યતિથિની ભારે ભાવ અને ભક્તિ સાથે ઉજવણી થઈ છે.

પ્રત્વર્ષની જેમ પરંપરાગત રીતે ગુરૂઆશ્રમ બગદાણા તીર્થધામમાં શ્રી મનજીબાપાના સાનિધ્ય સાથે પૂ.બજરંગદાસબાપુની 47મી પુણ્યતિથિ  મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે આજથી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિતીર્થમાં પણ શ્રી બજરંગદાસ બાપાના નામથી અન્નક્ષેત્ર પ્રારંભ થયો છે.

શ્રી ગુરૂ આશ્રમમાં વહેલી સવારે મંગળા આરતી, ધ્વજાપૂજન, ધ્વજારોહણ, ગુરુ પૂજન, રાજભોગ આરતી સાથે ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી.

‘બાપા સિતારામ’ નાદ સાથે આસપાસના પંથક ઉપરાંત રાજ્ય અને રાજ્ય બહારથી ભાવિક સેવકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા દર્શન પૂજન સાથે પ્રસાદ લાભ લીધો હતો. આ ઉત્સવ સાથે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી.

બગદાણા ધામ ખાતે  આજે વહેલી સવારથી જ બજરંગદાસ બાપાની 47મી પુણ્યતિથિ મહોત્સવમાં સામેલ થવા મોટી સંખ્યામાં ભાવિક ભકતજનો પહોંચ્યા હતા.

ચિક્કાર માનવ સમુદાય વચ્ચે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેનો વહેલી સવારથી પ્રારંભ થયો હતો. સવારના પાંચ કલાકે મંગળા આરતી તેમજ ત્યારબાદ ધ્વજા પૂજન અને ધ્વજા આરોહણ થયું હતું. બાદમાં મહિમાપૂર્ણ ગુરુપૂજનમાં સૌ ભક્તજનો ભાવભેર જોડાયા હતા. આ વેળાએ ગુરુઆશ્રમના મોભી શ્રી મનજીદાદાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું. હતું.ત્યારબાદ અબીલ, ગુલાલ, પીપરમેટની છોળો વચ્ચે અને બાપાસીતારામના નાદ સાથે રંગ દર્શી અને પરંપરાગત નગરયાત્રાનું ગુરુઆશ્રમથી પ્રસ્થાન થયું હતું.  ડી જે અને ઢોલ નગારા સાથેની યાત્રા આખા બગદાણા ગામમાં ફરી હતી. જેમાં સૌને દર્શનનો લાભ મળ્યો હતા. અહીં મોટી સંખ્યામાં રામ,રોટલો અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા સંખ્યાબંધ સ્વયંસેવક ભાઈઓ બહેનોએ ખડે પગે અવિરત રહીને બેન સેવા બજાવી હતી. પોલીસ વિભાગ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. 

બહેનો,ભાઈઓ અને સંતો માટેની અલગ અલગ ભોજનશાળામાં સર્વે એ સાથે બેસી પંગતમાં બેસીને ભોજન પ્રસાદ લીધો હતો.

Related Posts