સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા આગામી તારીખ ૧૦/૦૨થી ૧૨/૦૨ સુધી ત્રિદિવસીય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આ તકે વિશ્વ વંદનીય પ્રખર રામાયણી પરમ પૂજ્ય મોરારીબાપુના નિવાસસ્થાન ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે મોટાઝીંઝુડા ગામના નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર નિમાવત સાહેબ, પૂર્વસરપંચ ભાભલુભાઈ ખુમાણ, મંદિર નિર્માણ સમિતિના ટ્રસ્ટી જસુભાઈ ખુમાણ, સેંજળ ગામના પૂર્વ સરપંચ મહેશભાઈ ખુમાણ દ્વારા પૂજ્ય બાપુને આમંત્રણ આપવામાં આવતા રામકથાકાર મોરારીબાપુ આગામી તારીખ ૧૧/૦૨ના રોજ સાવરકુંડલા તાલુકા મોટાઝીંઝુડા ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારશે
સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ખાતે ત્રીદિવસીય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ ૧૧/૦૨ એ પૂજ્ય મોરારીબાપુ ઉપસ્થિત રહેશે

Recent Comments