fbpx
રાષ્ટ્રીય

દિલ્હી પોલીસમાં ફરજ બજાવેલ ACP ના પુત્રનું હત્યા થઈ

દિલ્હીના આઉટર નોર્થ જિલ્લામાં તૈનાત એસીપીના પુત્ર ગુમ થવાનો મામલો પોલીસે ઉકેલી લીધો છે. છઝ્રઁના પુત્રની હત્યા કરવામાં આવી છે. તેનું નામ લક્ષ્ય ચૌહાણ હતું. લક્ષ્ય ચૌહાણને પાણીપતમાં મુનક કેનાલમાં ધક્કો મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ હજુ પણ લાશને રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ એક આરોપી અભિષેકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અભિષેકના સાથી વિકાસ ભારદ્વાજને શોધી રહી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર વિકાસ ભારદ્વાજ તીસ હજારી કોર્ટમાં વકીલ સાથે ક્લાર્ક તરીકે કામ કરે છે. મૃતક લક્ષ્ય ચૌહાણ જે પોતે વ્યવસાયે વકીલ હતો, તેણે વિકાસ ભારદ્વાજ પાસેથી પૈસા લીધા હતા અને તે પરત કરતા ન હતા. જ્યારે વિકાસે લક્ષ્ય પાસે પૈસા માંગ્યા તો તેણે વિકાસ ભારદ્વાજ સાથે ખરાબ વર્તન કર્યું. જેના કારણે વિકાસે તેના મિત્ર અભિષેક સાથે મળીને લક્ષ્યની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ૨૨ જાન્યુઆરીએ લક્ષ્ય તેના એક સંબંધીના લગ્ન માટે ભિવાની જવાનો હતો. વિકાસ પણ લક્ષ્યની કારમાં તેના મિત્ર અભિષેક સાથે લક્ષ્ય સાથે ભિવાની ગયો હતો. મોડી રાત્રે પરત ફરતી વખતે બંનેએ કુદરત બોલાવવાના બહાને લક્ષ્ય ચૌહાણને મુનક કેનાલ પાસે કારમાંથી નીચે ઉતારી મુનક કેનાલમાં ધક્કો મારી દીધો હતો. પોલીસે વિકાસ ભારદ્વાજના મિત્ર અભિષેકની ધરપકડ કરી છે, જ્યારે તેઓ વિકાસની શોધમાં તપાસ કરી રહ્યા છે.

મામલાની માહિતી આપતા ડીસીપી રવિ કુમાર સિંહે જણાવ્યું કે ભિવાનીમાં લગ્નમાંથી પરત ફરતી વખતે લક્ષ્ય, વિકાસ અને અભિષેક પાણીપતમાં નહેરના કિનારે વોશરૂમ કરવા માટે મોડી રાત્રે રોકાયા હતા. આ દરમિયાન તક જાેઈને વિકાસ અને અભિષેકે લક્ષ્યને કેનાલમાં ધક્કો માર્યો હતો અને ત્યારબાદ વિકાસે લક્ષ્યની કારમાં અભિષેકને તેના ઘરે ઉતાર્યો હતો. લક્ષ્ય ૨૩ જાન્યુઆરીથી તેના પરિવાર સાથે કોઈ સંપર્ક કરી શક્યો ન હતો. પરિવારના સભ્યો ખૂબ જ ચિંતિત હતા. લક્ષ્યના એસીપી પિતાને તેની અને વિકાસની મિત્રતા વિશે જાણ હોવાથી તેમણે વિકાસને ફોન કરીને લક્ષ્ય વિશે પૂછ્યું હતું. આ અંગે વિકાસે કહ્યું કે, લક્ષ્યે તેને પાણીપતમાં ઉતારી દીધો હતો અને તે પછી તે ક્યાંક ચાલ્યો ગયો હતો. આ ફોન કોલ બાદ વિકાસ પણ ગાયબ થઈ ગયો હતો. પોલીસને વિકાસ પર શંકા જતાં પોલીસે સર્વેલન્સની મદદથી તેના મિત્ર અભિષેકને હરિયાણાથી પકડી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન અભિષેકે લક્ષ્યની હત્યા કર્યાની કબૂલાત કરી છે. લક્ષ્યના ફોનનું છેલ્લું લોકેશન પણ પાણીપતમાં મળ્યું હતું. જેના કારણે દિલ્હી પોલીસ કેનાલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. લક્ષ્યની કાર પણ મળી આવી છે. કારમાં નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. અભિષેકે જણાવ્યું કે વિકાસ કારને ભંગારમાં લઈ જવા માંગતો હતો અને તેના પાર્ટ્‌સ કઢાવી નાખવા માંગતો હતો.

Follow Me:

Related Posts