શ્રી સાવરકુંડલા મહાત્મા ગાંધી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી મહાત્મા ગાંધી અતિથિ ભવન ખાતે ૩૦ જાન્યુઆરી ૨૦૨૪ના સવારે દસ કલાકે પ. પૂ. વલકુબાપુ (દાનબાપુની જગ્યા ચલાલા) અને પ. પૂ. ભક્તિરામ બાપુ (માનવ મંદિર સાવરકુંડલા) ની પ્રેરક ઉપસ્થિતિ અને આશીર્વાદ સાથે સેવાર્થીઓને સેવાંજલી કાર્યક્રમ યોજાયો. જેમાં સંસ્થાના પાયાના સેવાર્થીઓને સ્મૃતિમાં નવનીકરણ થયેલ ૧૨ રૂમનું નામાભિકરણ કરવામાં આવેલ. આ સંસ્થા છેલ્લા ૭૫ વર્ષથી કુંડલા તાલુકાના અને બહારથી આવતા પ્રવાસીઓની સેવામા કાર્યરત છે પ્રવાસીઓની વધુ સારી સેવા માટે ૧૨ નવી રૂમો અદ્યતન સગવડતા સાથે લોકાર્પણ કરવામાં આવેલ , સાથે જ આ દિવસ વિશ્વવંદનીય રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજી અને આ વિસ્તારના ગાંધી તરીકે ઓળખાતા આદરણીય શ્રી લલ્લુભાઈ શેઠને શ્રધ્ધાંજલી
પણ અર્પણ કરવામાં આવેલ તેમજ આ સંસ્થાનુ પોતાના સંતાનની જેમ જતન-સંવર્ધન કરનાર આદરણીય શ્રી ધીરૂબાપા રૂપારેલની સેવાઓને આદર આપવા લોકાર્પણ થઈ રહેલી રૂમોના વિભાગને “શ્રી ધીરુબાપા રૂપારેલ વિંગ’ એવું નામકરણ કરવામાં આવેલ. ઉપરાંત આ ધર્મશાળાની શરૂઆતથી જ ધર્મશાળાના જતન-વિકાસ માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર આદરણીય વડીલોને પણ આદર આપવા માટે લોકાર્પણ થતી રૂમોને તેમની તસવીરો સાથે નામ આપવા માટેનો કાર્યક્રમ યોજાયેલ, આ કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને ડો. શ્રી દીપકભાઈ લલ્લુભાઈ શેઠ, લોકાર્પણ નામકરણ – તક્તી અનાવરણ માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જેમાં અતિથિ વિશેષ હીંમતભાઈ ગોડા પ્રમુખ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ શ્રી રાજેન્દ્ર ખીમાણી કુલપતિ, લોકભારતી સણોસરા, અરૂણભાઈ દવે મેનેજીંગ ટ્રસ્ટી, લોકભારતી યુનિવર્સિટી- સણોસરા તેમજ કાર્યક્રમમાં રાજકીય સામાજિક ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહી સેવાર્થીને સેવાંજલી અર્પણ કરવામાં આવેલ. .



















Recent Comments