સાવરકુંડલા શહેરમાં આજરોજ ગાંધી નિર્વાણ દિન તથા પૂ. લલ્લુભાઈ શેઠની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો.
આજરોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા સાવરકુંડલા શિલ્પી પૂ. લલ્લુભાઈ શેઠની પુણ્યતિથિ નિમિત્તે શ્રી લલ્લુભાઈ શેઠ પ્રેરિત સંસ્થાઓની સંકલન સમિતિના નિમંત્રણથી શ્રી લલ્લુભાઈ શેઠ સ્મૃતિ મંદિર કે. કે. હાઇસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ સવારે આઠ થી દસ દરમિયાન યોજાયો.
આ પ્રસંગે માનનીય અરુણભાઈ દવે (કુલાધિપતિ લોકભારતી યુનિવર્સિટી) તેમજ સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની ઉપસ્થિતિમાં શહેરના ગાંધી વિચારધારા ધરાવતાં નાગરિકો તેમજ આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂ. લલ્લુભાઈ શેઠને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે અરુણભાઈ દવે દ્વારા આ બંને દિવંગત મહાનુભાવો વિશે વર્તમાન સમયમાં ગાંધીજીની પ્રસ્તુતિની પ્રેરક વાતો વિશે મનનીય વક્તવ્ય આપ્યું હતું. તો સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ આ બંને દિવંગત મહાનુભાવો વિશે ખૂબ મનનીય વાતો તેનાં ઉદ્બોધનમાં કરેલ.
આમ સેવાના સારથી સમી લલ્લુભાઈ શેઠની તમામ શૈક્ષણિક, સામાજિક અને આરોગ્ય પ્રદાન કરતી સંસ્થાઓની પ્રવૃત્તિ કરતાં તમામ ટ્રસ્ટીઓને બિરદાવ્યા હતાં અને જણાવ્યું હતું કે આપણે જે પણ ક્ષેત્રમાં કામ કરતાં હોઈએ ત્યાં નિષ્ઠાપૂર્વક શ્રેષ્ઠતમ કામગીરી કરીને પણ ગાંધી વિચારધારાને મૂર્તિમંત કરી શકાય છે. આજના સાંપ્રત સમયમાં સેવા એ જ સાધના અને માનવ સેવા એ પ્રભુ સેવાના સિધ્ધાંતને આત્મસાત કરતી પ્રવૃત્તિ દ્વારા જ સાચી શ્રધ્ધાંજલી અર્પણ થાય એ જ સાંપ્રત સમયમાં તેમના વિચારોને જીવંત રાખવાનો શ્રેષ્ઠ માર્ગ અને એ માર્ગની કેડી પર અહર્નિશ આગળ વધતાં રહીએ..
Recent Comments