fbpx
અમરેલી

ક્ષત્રિય અગ્રણી નિર્મળભાઈ ખુમાણ ની અધ્યક્ષતા માં. લીલીયા ના તાલુકા અંટાળીયા ખાતે ૩૪ ગ્રામ્ય ના પશુપાલકો ની મીટીંગ ગૌચર બચાવો સમિતિ ની રચના કરાય

અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકાના અંટાળીયા ખાતે માલધારીઓ દ્વારા મીટીંગ મળી મોટી સંખ્યામાં માલધારીઓ રહ્યા હાજર લીલીયા તાલુકામાં ગૌચર જમીન દબાણ હટાવવા ગૌચર બચાવો સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી લીલીયા મોટા ના અંટાળીયા ખાતે તાલુકાના ૩૪ ગામોના માલધારીઓની મીટીંગ ક્ષત્રિય સમાજના અગ્રણી નિર્મળભાઈ ખુમાણ ની આગેવાની માં મળી હતી આ મિટિંગમાં સૌ પ્રથમ જાત્રોડા ના સરપંચ અને માલધારી આગેવાન સુખાભાઈ ભરવાડ દ્વારા આમંત્રિત મહેમાનનો અને માલધારી સમાજના લોકોનું શાબ્દિક સન્માન કરેલ અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી

ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ નિર્મળભાઇ ખુમાણ દ્વારા પંથકના જુદા જુદા ગામોમાં ગૌચરની જમીનમાં થયેલ દબાણો દૂર કરવા વન્ય પ્રાણીઓ દ્વારા પશુઓના મારણ કરવામાં આવે છે તેના વળતરની રકમમાં વધારો કરવો અને માલધારીઓને આકસ્મિક વીમા કવચ આપવા સહિત ની વિવિધ માંગણીઓ નો એજન્ડા બજાવી આવનાર દિવસો માં સરકાર ને ઉપરકોત મુદ્દે સમગ્ર તાલુકા ના માલધારી સમાજ દ્વારા ખુબ મોટી સંખ્યા માં આવેદનપત્ર આપવા માટે આહવાન કરવા માં આવેલ આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત માલધારી સમાજની ઉપસ્થિતિમાં તાલુકા ગૌચર બચાવો સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી હતી આ મિટિંગમાં દેહુરભાઈ ભરવાડ, કાનજીભાઈ ભરવાડ, દડુભાઇ આહીર, સહિતના અગ્રણી આગેવાનો સહિત માલધારી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલ તેમ

Follow Me:

Related Posts