બાબરા તાલુકાના વાકીયા ગામે ફાયરીંગ બટ આસપાસના વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકીયા ગામે આવેલ ફાયરીંગ બટ ખાતે આગામી તા.૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી અમરેલી જિલ્લા ખાતે રાજ્ય અનામત પોલીસ દળ જુથ, ૦૮ ગોંડલ, યુનીટની ડી-કંપનીનું એક પ્લાટૂન તેમજ ઈ-કંપની અને હેડ ક્વાર્ટર કંપની તેમજ એમ.ટી. શાખાની વર્ષ ૨૦૨૪ની પ્રથમ અર્ધ સરકારી ફાયરીંગ પ્રેક્ટીસ તા. ૦૧ ફેબ્રુઆરીથી શરૂ થઈ છે.
આ સ્થિતિમાં ફાયરીંગ પ્રેક્ટીસના સમયગાળા દરમિયાન તકેદારીના ભાગરૂપે જિલ્લા અધિક મેજીસ્ટ્રેટશ્રી દિલીપ સિંહ ગોહિલ દ્વારા પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ અંતર્ગત તા.૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૪થી તા.૧૦ ફેબ્રુઆરી,૨૦૨૪ સુધી ફાયરીંગ બટ માટે મુકરર થયેલી જગ્યામાં તાર ફેન્સીંગ કરી તેની બાહ્મ સીમા નક્કી છે તે મુજબ તે જગ્યાની ચારે તરફની બાહ્મ સીમાથી ૧૦૦ મીટરના અંતર સુધી તમામ રાહદારીઓની અવર જવર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર વિરૂદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમનની કલમ-૧૩૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી થશે.
Recent Comments