fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનન વિસ્તારમાં ફોરવ્હીલ ગાડી સાથે ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ

મ્હે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા જીલ્લામાંથી દારૂની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવાં સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોકકસ બાતમી આધારે સાવરકુંડલામાં ખાદીકાર્યાલય ફાટક પાસેથી એક ઇસમને ફોરવ્હિલ ગાડી સાથે પ્રોહીબીશન લગત મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

  • પકડાયેલ આરોપીની વિગત:

→ ફરીદભાઈ ઉર્ફે ફરીજ અશરફખાન પઠાણ ઉ.વ.૨૪ ધંધો-વેપાર રહે.સાવરકુંડલા ખાદી કાર્યાલય મસ્જીદ પાસે તા.સાવરકુંડલા જી.અમરેલી

  • પકડવાના બાકી આરોપીની વિગત:

<+ ફિરોજભાઈ જેના મો.નં-૯૬૬૨૬૦૩૫૦૦ રહે.શીહોર તા.શીહોર જી.ભાવનગર

  • પકડાયેલ મુદ્દામાલની વિગત:

(1)MECDOWELLS NO-01 FOR SALE IN PANJAB ONLY DELUXE WHISKY पेस 375 पेम.. नी कंपनी गपेड डायनी બોટલ નંગ-૩૬ કુલ કી.રૂ.૧૩૫૦૦/-

(2) OLD MONK SUPERIOR XXX RARE RUM લખેલ 375 એમ.એલ. ની કંપની રીંગપેક કાચની બોટલ નંગ-૧૯ કુલ કી.રૂ.૬૬૫૦/-

(૩) એક સફેદ કલરની મહિદ્રા કંપનીની XUV 500 જેના રજી નં-GJ-03-EL-3434 ની ફોરવ્હીલ કાર કિ.રૂ.૪,૫૦,૦૦૦/-

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા એ.એસ.આઇ.કિરણભાઈ બકુલભાઈ ગઢવી તથા હેડ.કોન્સ. રમેશભાઈ બીજલભાઇ પો.કોન્સ. રવીભાઈ કિશોરભાઈ દ્રારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts