રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના બદાઉનમાં મહિલા ન્યાયાધીશની લાશ મળી આવતા ખળભળાટમહિલાનો મૃતદેહ તેના સત્તાવાર નિવાસસ્થાને પંખાથી લટકતી મળી આવ્યો

ઉત્તર પ્રદેશના બદાઉન જિલ્લામાં શનિવારે એક મહિલા ન્યાયાધીશની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. સિવિલ જજ જુનિયર ડિવિઝન તરીકે નિયુક્ત એક મહિલાનો મૃતદેહ તેના સત્તાવાર નિવાસસ્થાને લટકતો મળી આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતક મહિલા જજનું નામ જ્યોત્સના રાય છે. તે સિવિલ લાઈન્સ કોતવાલી વિસ્તારની જજીઝ કોલોનીમાં રહેતી હતી.

શનિવારે સવારે જ્યારે મહિલા ન્યાયાધીશ જ્યોત્સના રાયના સત્તાવાર નિવાસસ્થાનનો દરવાજાે લાંબા સમય સુધી ન ખૂલ્યો ત્યારે આસપાસના લોકોને શંકા ગઈ. તે સમયસર તેની કોર્ટમાં પણ પહોંચી ન હતી. પછી તેના સાથી ન્યાયાધીશોએ તેને બોલાવ્યો. ફોન પર કોઈ જવાબ ન મળતાં સાથી ન્યાયાધીશોએ પોલીસને જાણ કરી. પોલીસ આવાસ પર પહોંચી અને કોઈક રીતે રૂમની બારી ખોલી. ત્યારે પોલીસે જાેયું કે મહિલા ન્યાયાધીશની લાશ પંખા સાથે જાેડાયેલા ફાંદાથી લટકતી હતી. બદાઉનના એસએસપી આલોક પ્રિયદર્શીએ જણાવ્યું કે મહિલા જજના મૃતદેહને કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

મહિલા જજના રૂમમાંથી કેટલાક કાગળો અને સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ કાગળો અને સુસાઈડ નોટ મૃતક મહિલા જજની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તમને જણાવી દઈએ કે મૃતક જજ જ્યોત્સના રાય ઉત્તર પ્રદેશના મૌ જિલ્લાના રહેવાસી હતા. ૨૦૧૯માં ન્યાયિક સેવામાં પસંદગી પામી હતી. તેણીને એપ્રિલ ૨૦૨૩ માં બદાઉનમાં પોસ્ટ કરવામાં આવી હતી. બદાઉનમાં પોસ્ટિંગ થયાના એક વર્ષમાં મહિલા જજે આત્મહત્યા કેમ કરી? આ મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને રૂમમાંથી મળેલા કાગળ અને સુસાઈડ નોટના આધારે તપાસના આધારે મૃત્યુનું કારણ જાણી શકાશે.

Related Posts