fbpx
ગુજરાત

વલસાડમાં હાર્ટ એટેકથી બે વ્યક્તિનાં મોત

વલસાડના તિથલ રોડ પર એક જ કલાકમાં બે લોકોને હાર્ટ એટેક આવતા મોત થયું છે. વલસાડના તિથલ રોડ પર વાત કરી રહેલા એક યુવકને હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યો હતો જ્યાં ફરજ પર રહેલા તબીબે મૃત જાહેર કર્યો હતો.શહેરના તીથલ રોડ પર ૩૦ વર્ષીય જીમીત રાવલ વાત કરતા અચાનક ઢળી પડ્યો હતો.

એક કલાક પહેલા જ તિથલ રોડ પર રસ્તા પર ચાલતા એક રાહદારીને પણ હાર્ટ એટેક આવ્યો હતો. સેગવીના રાજેસિંઘે નામના વ્યક્તિ રસ્તે ચાલતા અચાનક ઢળી પડ્યા હતા. તિથલ રોડ પર ૫૦૦ મીટરના અંતરે હાર્ટ એટેકથી બે લોકોના મોત થયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનામાં વધારો થયો છે. હાર્ટ એટેકને કારણે રાજ્યના અનેક શહેરોમાં યુવાઓ મોતને ભેટ્યા છે.

Follow Me:

Related Posts