fbpx
અમરેલી

અયોધ્યા રામલલાના દર્શન કરી કબીર ટેકરીના મહંત સાવરકુંડલાની ધરા પર પધાર્યા.. આ તકે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 

કબીર ટેકરી સાવરકુંડલાના મહંત શ્રી નારાયણ સાહેબ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અને પાવન નગરી અયોધ્યાના અલૌકિક દર્શન કરીને કબીર ટેકરી સાવરકુંડલા ધરા પર તા.ર/ર/૨૦૨૪ ને શુક્રવારના રોજ પધાર્યા હતા. તેમનું સ્વાગત કબીર ટેકરીના સેવકો  તેમજ પૂ.કરશનગીરીબાપુ, પૂ.ધનશ્યામબાપુ, પૂ. .બાવબાપુ, સંત કબીર સોસાયટી ભાવના સોસાયટી, ફ્રેન્ડસોસાયટીના સભ્યશ્રીઓ દ્વારા ખુબજ ભવ્યતા પુર્વક કરવામાં આવેલ.અત્રે  ઉલ્લેખનીય છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમરેલીના ૪ થી ૫ સંતોને આમંત્રણ હતું જેમાં કબીર ટેકરીના મહંત હતા જે આ વિસ્તારની ગૌરવની વાત હતી…

Follow Me:

Related Posts