fbpx
અમરેલી

અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી આઇ.ટી.આઇ બગસરા ખાતેતા.૦૯ ફેબ્રુઆરીએભરતીમેળોયોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સી.આઈ.ઇ ઓટોમોટિવ પ્રા.લી. શાપર એકમ માટે કંપની ટ્રેઇનીની જગ્યા માટે  ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ધો.૧૦,ડિપ્લોમાં,આઇ.ટી.આઇ પાસ, એક્સ આર્મીમેન તેમ જ અમરેલી જિલ્લાના એકમ સિન્ટેક્ષ ઇન્ડ્સ્ટ્રીઝ લુણસાપુર માટે મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા, ધોરણ ૭ થી ૧૦ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે  તા.૦૯ ફેબ્રુઆરી,૨૪ શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી આઇ.ટી.આઇ બગસરા ખાતે ભરતીમેળો યોજાશે.  ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે.  વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, રાજમહેલ કમ્પાઉન્ડ, જિલ્લા સેવા સદન-૨, બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલો માળ, કલેકટર કચેરી સામેની બાજુ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧નો સંપર્ક કરવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts