fbpx
અમરેલી

લાઠી તાલુકા માં સામાજિક વનીકરણ ના નામે નાટક સરકારી નાણાં ની કાયમી ઉચપત એકજ વ્યક્તિ ના નામે 

વનવિભાગ ના આશીર્વાદ વગર શક્ય છે ? લાઠી તાલુકા માં સામાજિક વનીકરણ ના નામે નાટક સરકારી નાણાં ની કાયમી ઉચપત એકજ વ્યક્તિ ના નામે ત્રણ થી વધુ ગ્રામ્ય માં નર્સરી ઓ બતાવી સામાજિક સંગઠનો ને ધાર્મિક નામે ગ્રુપ બનાવી ગોઠવણ પૂર્વક સરકારી યોજના ઓના નાણાં મેળવવા નો ધીકતો ધંધો. લાઠી તાલુકા દામનગર સહિત ના અસંખ્ય ગ્રામ્ય માં સામાજિક વનીકરણ રેન્જ લાઠી દ્વારા સામાજિક સંગઠનો ને ધાર્મિક નામો ધારણ કરી ગ્રુપ કે સંસ્થા રજીસ્ટેશન કરાવી સરકારી નાણાં ની કાયમી ગોઠવણ પૂર્વક ની ઉચપતો ની તપાસ કરવી જરૂરી લાઠી તાલુકા ના પીપળવા ચાંવડ ટોડા કેરાળા અકાળા હજીરાધાર ધામેલ કેરિયા ભાલવાવ મૂળિયાપાટ મતીરાળા શેખપીપરિયા કૃષ્ણગઢ છભાડીયા સહિત ના ગ્રામ્ય માં ખાનગી વ્યક્તિ ઓને રોપા ઉછેર માટે વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૧૯ સુધી લ્હાણી કરતું તંત્ર અસંખ્ય ખાનગી વ્યક્તિ ઓને રોપા ઉછેર ના નામે લાખો નું ચુકવણી એક ઘર માં દરેક વ્યક્તિ ના નામે રોપા ઉછેર નું નાટક સગીર હોય કે પુખ્ત રોપા ઉછેર ના નામે ઉચાપત નું ષડ્યંત્ર લાઠી તાલુકા ના આ ગ્રામ્ય માં હજારો રોપા ઉછેર માટે લાખો ની રકમ ચૂકવાય આ રોપા ક્યાં કોને આપ્યા ? આમાંથી કેટલા વૃક્ષારોપણ કરી ઉછેર કરાયો ?

અનેક બનાવટી ગ્રુપ નર્સરી ના નામે શ્રી મેલડી સ્વ સહાય જૂથ ખેડૂત વ્યક્તિગત કિસાન નર્સરી શ્રી વેલનાથ સ્વ સહાય જૂથ ચાંવડ શક્તિ સ્વ સહાય જૂથ ધામેલ રાધે સ્વ સહાય જુથ ચાંવડ ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અકાળા ધનલક્ષ્મી સખી મંડળ શેખપીપરિયા ઘનલક્ષ્મી સખી મંડળ લાઠી ચોરાહી સખી મંડળ લાઠી મહિલા રાહ શક્તિ મંડળ દામનગર સરસ્વતી સખી મંડળ લાઠી સહિત અનેક પરિવારો ના સભ્ય ના વ્યક્તિગત નામે નર્સરી રોપા ઉછેર માટે સામાજિક વનીકરણ યોજના હેઠળ લાખો ની ઉચાપત આવી કોઈ નર્સરી ક્યાં બની ? એકજ વ્યક્તિ ના નામે ત્રણ થી ચાર ગામો માં નર્સરી ના નાટકો કરી સરકારી નાણાં ની કાયમી ઉચપતો ની તપાસ કરવા જાણીતા RTI એક્ટિવિસ્ટ સુખડીયા ની સબંધ કરતા વિભાગો માં લેખિત ફરિયાદ આ ષડ્યંત્ર નિરંતર વર્ષ ૨૦૧૩ થી બેરોકટોક ચાલે છે વનીકરણ વિભાગ ના આશીર્વાદ વગર આ ચાલે ખરું ? ગુજરાત સરકાર ના મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ આ નર્સરી નું નાટક જાણે છે ? આ યોજના માં સરકાર ના ઠરાવો આદેશો ને અવગણી મોટી રકમો ચૂકવાય આ અંગે તકેદારી આયોગે પણ તપાસ કરવી જોઈ એ 

Follow Me:

Related Posts