સાવરકુંડલા સુન્ની મુસ્લિમ સિપાહી જમાત પીન્ટુ મલેકના સમર્થકોની માંગ સ્વીકારે તે હેતુથી સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેદન અપાયું.
સાવરકુંડલા સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે પીન્ટુ મલેકને જવાબદારી સોંપવા લોક માંગ કરાઈ.મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ ન્યાય મેળવવા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા. પીન્ટુ મલેક ગરીબોના બેલી અને યુવાનોના હદય સમ્રાટ આગેવાન અને સમાજ સેવક તરીકેની છાપ ધરાવે છે. સાવરકુંડલા ખાતે થોડા દિવસો પહેલા સુન્ની મુસ્લિમ સમાજમા નવા પ્રમુખની નિમણૂંક કરવા માંગ કરાઇ હતી જેમા ૨૦૦૦ થી ઉપરાંત મુસ્લિમ સમાજના લોકોએ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખના દાવેદાર પીન્ટુ મલેકના સમર્થનમાં આવી સિપાહી જમાત પાસે સ્વૈચ્છીક માંગણી કરી હતી
કે સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે પીન્ટુ મલેકની નિમણુંક કરવામાં આવે આ બાબતે સિપાહી સમાજને આવેદન પત્ર પાઠવ્યું હતુ પરંતુ કોઈ નિવાડો કે જવાબ ન આવતા પીન્ટુ મલેકના સમર્થકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી સમાજના મોભી તરીકેના દાવેદાર પીન્ટુ મલેકને મુખ્ય જવાબદારી સોંપવાની માંગ કરી સાથે મુસ્લિમ સિપાહી જમાત આ બાબતે યોગ્ય રચના કરે તેવી લોકોએ મામલતદાર સમક્ષ રજૂઆત કરી આવેદન પાઠવ્યું હતુ.
Recent Comments