રાજ ભાસ્કરની ઐતિહાસિક નવલકથા ‘અહલ્યાબાઈ’નો વિમોચન સમારોહ
કોલેબ આયોજિત સુપ્રસિદ્ધ લેખક રાજ ભાસ્કરની નવલકથા ‘લોકમાતા અહલ્યાબાઈ હોળકર’નો વિમોચન સમારોહ તા. ૮-૨-૨૦૨૪ ને ગુરુવારના રોજ સાંજે ૭.00 કલાકે પી.વી. એન્કલેવ, ઓફ સિંધુભવન રોડ ખાતે યોજવામાં આવ્યો છે. સાહિત્યરસિકોને સાદર નિમંત્રણ છે. નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત, ભારતભૂમિને ગૌરવ અપાવનાર ઐતિહાસિક આ નવલકથા વિશે જાણીતા લેખિકા દેવાંગી ભટ્ટ વાત કરશે અને અતિથિવિશેષ તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ રહેશે. વાચકો સાથે સર્જક સંવાદ પણ યોજાશે. સંચાલન હરદ્વાર ગોસ્વામી અને સંકલન રોનક શાહ કરશે. પ્રવેશ નિ:શુલ્ક રહેશે.
Recent Comments