રાષ્ટ્રીય

ધ્રુવ રાઠીના યુટ્યુબ વીડિયોને રીટ્‌વીટ કરવાના કેસમાં,દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મળી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને યુટ્યુબર ધ્રુવ રાઠીના યુટ્યુબ વીડિયોને રી-ટ્‌વીટ કરવાના કેસમાં કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેણે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ માંગી હતી. આ કેસની આગામી સુનાવણી ૨૯મી ફેબ્રુઆરીએ થશે. અરવિંદ કેજરીવાલના વકીલે કહ્યું કે દિલ્હીનું બજેટ સત્ર શરૂ થવાનું છે,

જેના કારણે કેજરીવાલ વ્યસ્ત છે, તેથી તેમને હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવે. તમને જણાવી દઈએ કે ૫ ફેબ્રુઆરીએ દિલ્હી હાઈકોર્ટે નીચલી કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે બદનક્ષીભરી સામગ્રીને રીટ્‌વીટ કરવી એ બદનક્ષી સમાન છે. હાઈકોર્ટે કહ્યું કે કેજરીવાલના ઘણા ફોલોઅર્સ છે અને તેઓ વીડિયોને રીટ્‌વીટ કરવાના પરિણામોને સમજે છે.

તમને જણાવી દઈએ કે સોમવારે દિલ્હી હાઈકોર્ટે પોતાના ર્નિણયમાં કેજરીવાલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ અપરાધિક માનહાનિના કેસને રદ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. વાસ્તવમાં, આ આખો મામલો ધ્રુવ રાઠી દ્વારા બનાવવામાં આવેલ વીડિયો ‘મ્ત્નઁ ૈં્‌ સેલ પાર્ટ ૨’ શેર કરવાનો હતો. કેજરીવાલે નીચલી અદાલત દ્વારા માનહાનિના કેસમાં સમન્સ જારી કરવાના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલને મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે અને તે વીડિયોને ફરીથી પોસ્ટ કરવાના પરિણામોને સમજે છે. અપમાનજનક સામગ્રી ફરીથી પોસ્ટ કરવી એ બદનક્ષી સમાન છે. તમને જણાવી દઈએ કે જે વીડિયોને લઈને આ સમગ્ર વિવાદ છે તે ૭ મે ૨૦૧૮ના રોજ મ્ત્નઁ ૈં્‌ સેલ પાર્ટ ૨ના નામે અપલોડ કરવામાં આવ્યો હતો.

Related Posts