fbpx
ગુજરાત

ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપ ભગવો લહેરાવશે

૮ ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે, ૨૭ ફેબ્રુઆરી એ ચૂંટણી ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોને લઈને ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ બેઠકો પર પોતાના ઉમેદવારો નક્કી કરીને ચૂંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસ પાસે ગુજરાત વિધાનસભામાં પુરતુ સંખ્યાબળ જ નથી. જેને કારણે સ્થિતિ એવી સર્જાઈ શકે છેકે, ગુજરાતની ૪ બેઠકો પર ભાજપ બિનહરીફ જ જીત હાંસલ કરી લે. મહત્ત્વનું છેકે, આવતી કાલે ૮ ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ થશે.

ગુજરાત વિધાનસભામાં રાજ્યસભાની ચૂંટણી માટે પૂરતા સંખ્યાબળના અભાવને કારણે કોંગ્રેસ પહેલાંથી જ આઉટ. મુકાબલા પહેલાં જ કોંગ્રેસે મુકી દેવા પડ્યાં છે હથિયાર. વિધાનસભામાં પૂરતા સંખ્યાબળના અભાવને કારણે ગુજરાત કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે એકપણ ઉમેદવાર નહિ ઊભા રાખવા ર્નિણય કર્યો છે. કારણકે, કોંગ્રેસ ધારે તો આ ચૂંટણી જીતી શકે તેમ નથી. એટલું જ નહીં કોંગ્રેસને પોતાને ખબર છેકે, એ પ્રકારે આ ચૂંટણીમાં તેમના માટે માત્ર ઔપચારિક જ બની રહેવાની છે.

કારણકે, તેમની પાસે ઉમેદવાર ઉભા રાખવા માટે વિધાનસભામાં પુરતું સંખ્યાબળ જ નથી. પૂરતા સંખ્યાબળના અભાવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ વન સાઈડ જ રહેવાની પુરી સંભાવના. આવતીકાલે ૮ ફેબ્રુઆરીના રોજ આ ચૂંટણીઓ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. જરૂર જણાશે તો ૨૭ ફેબ્રુઆરી એ ચૂંટણી યોજાશે. ૮ ફેબ્રુઆરી આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. ૧૫ ફેબ્રુઆરી સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ઉલ્લેખનીય છેકે, એક તરફ ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપની જીત લગભગ નક્કી જ માનવામાં આવે છે. તેમ છતાં આ બેઠકો પર કયા મુરતિયાઓને મોકો મળશે

એ નામો હજુ કોઈ જાણતું નથી. ખુદ ગુજરાત પ્રદેશ ભાજપની ટીમ કે તેના મુખિયા પાસે પણ આ નામો નથી. સૌ કોઈના મનમાં એક જ સવાલ છેકે, રાજ્યસભાની મોભાદાર ૪ જગ્યાઓમાં ભાજપ કોના શિરે સાફો બાંધશે? જેને પણ આ ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી કરવાનો મોકો મળશે તે ખુબ જ સરળતાથી રાજ્યસભામાં સાંસદ બનીને ૬ વર્ષ સુધી આ મોભો ભોગવી શકશે.

Follow Me:

Related Posts