fbpx
અમરેલી

પ્રકૃતિ એજ્યુકેશન વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત  હ્રદયસ્થ ડો.પ્રતાપભાઈ પંડ્યા શ્રવણપ્રસાદ કેન્દ્રની જરૂરિયાતમંદ લોકોને ટીફીન પહોંચાડવાની અન્ય સેવા.          

એટલા અભ્યાસે ના મિલે ,બીના કૃપા ભગવંત.એ વાતને પુષ્ટિ કરતાં અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારના પૂર્વ પ્રમુખ, દાતા,સાહિત્યકાર, પુસ્તક પરબના પ્રણેતા,અડતાલાથી અમેરિકા સુધીના લાખો પુસ્તક  પ્રેમીઓને કરોડો રૂપિયાના અમૂલ્ય પુસ્તકો ભેટ આપનાર,લોકસાહિત્ય સેતુના આર્થિક સૌજન્યથી કલાકારોને ઉમદા પુરસ્કૃત કરનાર કલાપ્રેમી સ્વ.ડૉ.પ્રતાપભાઈ પંડયાએ હૈયાતીમાં પ્રકૃતિ એજ્યુકેશન વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર અમરેલીને એક કરોડ રૂપિયાની માતબર રકમ દાનમાં આપવાની જાહેરાત કરેલી ત્યારબાદ તેમના અવસાન પછી તેમની સવાઈ દિકરી આદરણીય શ્રીમનિષાબેન પંડ્યા (અમેરિકા સ્થિત)એ પોતાના પિતાશ્રીએ કરેલ દાનની રકમ શ્રવણપ્રસાદ સેવા કેન્દ્રના ભીખુભાઈ અગ્રાવત અને ટ્રસ્ટીગણને અર્પણ કરી પોતાના પિતાશ્રીની ઈચ્છા પૂર્ણ કરી .

મળેલા દાનની રકમનો કરકસરયુક્ત દીર્ઘદ્રૃષ્ટી પૂર્વક ઉપયોગ કરી આધુનિક સંપૂર્ણ સુવિધાયુક્ત જરૂરી વિભાગ વાર બાંધકામ પૂર્ણ કરેલ છે.અમેરિકા બેસી પોતાના પિતા અને માતા પૂ.રમાબેન પંડ્યાની ઈચ્છા મુજબ દાન આપનાર આદરણિય મનિષાબેન ભારતીય સંસ્કૃતિ  અને મળેલા સંસ્કારોને ઉજાગર કરી દાનવીર માતાપિતાનુ ગૌરવ વધારનાર સાચા વારસ તરીકે અમર રહેશે.આજ દિવસે અમરેલીના ડો.જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ  મોટાભાઈ સંવટ,અમરેલી પટેલ વિદ્યાર્થી આશ્રમના ઉપપ્રમુખ નારણભાઈ ડોબરિયા ,લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ તૈયાર થયેલ બિલ્ડીંગમાં થતી કામગીરીની મુલાકાત લઇ થયેલ વિકાસની નોંધ લઈ સંતોષ વ્યક્ત કર્યો.રસોઈ ઘરમાં થતી આધુનિક મશીનરીથી ઝડપી ,સ્વાદિષ્ટ, ભોજન,સ્વચ્છતા ,ટીફીન પહોંચાડવાની વ્યવસ્થા,૧૨૦ ઉપરાંત વૃદ્ધોને સંતોષપૂર્વક સમયસર ટીફીન પહોંચાડવાની ઉત્તમ સર્વિસ જાણી મળેલ દાનનો સુદર ઉપયોગની વિગતથી મુલાકાતી મહાનુભાવોએ ભીખુભાઈ અગ્રાવત, મુકેશભાઈ જાની,જોષીભાઈ સમેત સર્વ ટ્રસ્ટીઓ,સહયોગી કાર્યકરોને અભિનંદન આપ્યા.

Follow Me:

Related Posts