અમદાવાદમાં લગ્ન બાદ સાસરીમાં પતિ અને પત્ની વચ્ચે થતાં વિવાદોથી ઘણીવાર સંસાર તૂટે છે. આવા અનેક દાખલા સમાજમાં જાેવા મળે છે, ત્યારે શહેરમાં સસરાએ પુત્રવધુને દોસ્તી કરવાની વાત કરીને તેના ફોટોગ્રાફ મંગાવ્યા હતાં અને બદલામાં તેને બંગલો આપવાનું કહી રાણીની જેમ રાખવા કહ્યું હતું. તો બીજી બાજુ આ મહિલાના પતિએ તેની પ્રેમિકાને ગર્ભવતી કરતાં પત્ની પણ ચોંકી ગઈ હતી. સાસરીયાઓથી કંટાળેલી પરીણિતાએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી સરિતા (નામ બદલ્યું છે) પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ રાકેશ, સાસુ હંસા, સસરા રમેશભાઈ અને જેઠ પ્રકાશ (તમામ રહે, નારોલ) વિરુદ્ધ છેડતી, ઘરેલુ હિંસા અને મારમારીની ફરિયાદ કરી છે. સરિતા છેલ્લા ૮ મહિનાથી માતા પિતા સાથે પિયરમાં નવ વર્ષના દીકરા સાથે રહે છે. મીનાના લગ્ન વર્ષ ૨૦૧૧માં નારોલ રહેતા રાકેશ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા.
લગ્ન સમયે મીનાને માતા પતિ તેમજ સગા સંબંધીઓએ આપેલા દાગીના તેમજ સામાન લઈને સાસરીમાં રહેવા માટે ગઈ હતી. મીના સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી જ્યા તેને બે વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. સરિતાએ ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે સાસુએ નણંદ લત્તાને કાયમ માટે ઘરમાં રાખવાનું કહેતા હતા. પરંતુ મીનાએ રાખવાનો ઇન્કાર કરી દેતા ઘરમાં મોટી માથાકૂટ થઇ હતી. જેને લઈને રાકેશ સરીતાને તેના પિયરમાં મુકી ગયો હતો. એક વર્ષ સુધી સરિતા પિયરમાં રહ્યા બાદ રાકેશને તેડી જવાનું કહેતી હતી, પરંતુ તે ખોટા વાયદા કરીને તેડી જતો નહીં. સમાજના વડીલો ભેગા થઈને એક મિટિંગનું આયોજન થયું હતું.
જ્યા બન્ને પક્ષે સમાધાન થતા સરિતા સાસરીમાં રહેવા માટે ગઈ હતી. સમાધાન બાદ પણ રાકેશના વર્તનમાં કોઈ ફેર પડ્યો નહોતો. સરિતાને જાણવા મળ્યું કે રાકેશ કોઇ બીજી સ્ત્રી સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. સરિતાએ રાકેશને સમજાવ્યો હતો. સરિતાએ આ મામલે તેના ભાઈ અને બહેનને વાત કરી હતી. સરિતાએ સમાજના આગેવાનોને ભેગા કર્યા હતા, જ્યારે રાકેશ જે યુવતી સાથે વાત કરતો હતો તેને પણ બોલાવી હતી. મીટીંગમાં મનીષાએ જણાવ્યુ હતું કે મકાન ખરીદવા માટે તેણે રાકેશનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ હજુ સુધી તેની સાથે વાત થતી નથી. યુવતીની વાત સાંભળીને સરિતાએ સમાધાન કરી દીધું હતું, પરંતુ રાકેશ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી તે અનેક વખત હેરાન પરેશાન કરતો હતો. આ મામલે જ્યારે સરીતા તેના સાસુ સસરા સાથે વાત કરે તો બન્ને રાકેશનું ઉપરાણું લઇ બોલતા હતો કે, મારો દીકરો દિવસે ગમે ત્યાં ફરે પરંતુ રાતે તો તારી પાસે આવે છે.
તો તારે આ બબાતે બધું સહન કરીને રહેવું પડશે. રાકેશ અવારનવાર સરિતા પાસે ૨૫ લાખ રૂપિયા પિતાના ઘરેથી લાવવા માટે દબાણ કરતો હતો, પરંતુ સરીતાના પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી તેણે ના પાડી દીધી હતી. સરિતાએ રૂપિયા લાવવાનો ઇન્કાર કરી દેતા રાકેશ તેની સાથે મારઝૂડ કરતો હતો. વર્ષ ૨૦૨૨માં સરીતાની મોટી બહેનનો જન્મદિવસ હોવાથી તેણે મોબાઇલમાં સ્ટેટસ મૂક્યું હતું. તે દિવસે સરિતા રસોડામાં રસોઈ બનાવતી હતી અને રાકેશ નોકરી પર ગયો હતો. જ્યારે સસરા ઘરે એકલા હતા, ત્યારે સાસુ સાડીઓની ખરીદી કરવા માટે ગઇ હતી. ઘરમાં કોઈ નહીં હોવાનો લાભ લઇને સસરા સરિતા પાસે રસોડામાં જઈને કહેવા લાગ્યા હતા. તારા સારા ફોટા મારા ફોનમાં મોકલ કહીને અભદ્ર વાતો કરવા લાગ્યા હતા.
આ સિવાય સસરાએ સરિતાને દોસ્તી કરવાનું કહીને શારીરિક અડપલાં પણ કર્યા હતા. સરિતાએ અડપલા કરવાનો ઈનકાર કરી દેતા સસરાએ તેને લાલચ આપીને કહ્યું હતું કે, તું મારી સાથે દોસ્તી કરીશ તો મારો ઇસનપુરનો સિદ્ધિ બંગલો છે. તે બંગલો હું તારા નામે કરી દઈશ તેમજ રાજસ્થાનનું ઘર તેમજ જમીન પણ તારા નામે કરી દઇશ અને તને રાણીની જેમ રાખીશ. ૪-૫ દિવસ સુધી સસરાએ સરિતા ઉપર ખરાબ નજર રાખી હતી. આ વાત જ્યારે સરિતાએ રાકેશને કરી ત્યારે તે પણ ચોંકી ગયો હતો. તેણે પોતાના બાપનું બીભત્સ માંગણી કરતું રેકોર્ડિંગ કરી દીધું હતું. સરીતાના દીયરને પણ આ વાતની જાણ થતા તેણે સસરા સાથે મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મુક્યા હતા.
થોડા દિવસ બાદ રાકેશે સરીતાને ધમકી આપી હતી કે, મારા પિતા સમાજના પ્રમુખ છે. જાે આ વાત કોઈને કરી તો હું તને જાનથી મારી નાખીશ. આ સિવાય ગત વર્ષે રાકેશ હેમલત્તા નામની યુવતીને લઇને દીવ ફરવા માટે ગયો હતો. જ્યા તેની સાથે તેણે પોતાના પુત્રને પણ લીધો હતો. દીકરાએ સરીતાને વીડીયો કોલ કર્યો, ત્યારે તેણે હેમલત્તાને જાેઇ જતા મામલો બિચક્યો હતો. પતિ પુત્રને લઈને પ્રેમિકા સાથે ફરવા માટે ગયો હતો. તેથી તેણે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. રાકેશ હેમલત્તા સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતી હતી અને ગર્ભવતી પણ થઇ હતી. જેથી સરિતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.


















Recent Comments