fbpx
ભાવનગર

સાંસ્કૃતિક સેન્ટર કોલેબ ખાતે સર્જકસંવાદ અને પુસ્તક વિમોચન સમારોહ યોજાયો  

કાલે સંસ્કૃતિક સેન્ટર  કોલેબ ખાતે સર્જકસંવાદ અને પુસ્તક વિમોચન સમારોહ યોજાયો હતો. રાજભાષાના નિયામક અને જાણીતા વક્તા ડૉ. જયેન્દ્રસિંહ જાદવે ‘લોકમાતા અહલ્યાબાઈ હોળકર’ નવલકથાનું વિમોચન કરતા જણાવ્યું કે ‘ભારતીય સંસ્કૃતિનું ગાન કરતી આ કૃતિ દરેક સાહિત્ય રસિકોએ વાંચવી જોઈએ.’ વાચક અને લેખક વચ્ચે પ્રશ્નોત્તરી થઇ હતી. અતિથિવિશેષ તરીકે લોકપ્રિય નવલકથાકાર દેવાંગી ભટ્ટે જણાવ્યું કે ‘ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના રાજભાઈના પ્રયાસો કાબિલે દાદ છે’ સુખ્યાત લેખક રાજ ભાસ્કરે પ્રતિભાવમાં જણાવ્યું કે ‘અહલ્યાબાઈ ઉપર નવલકથા લખવામાં અને સંશોધન કરવામાં એક વર્ષનો સમય ગયો હતો.’ સુખ્યાત શાયર-સંચાલક હરદ્વાર ગોસ્વામીએ જણાવ્યું કે ‘અહલ્યાભાઈનું જીવન અનેકને પ્રેરણા આપનારું છે. મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts