સાવરકુંડલા દેવળા ગેઇટ વિસ્તારમાં વર્ષોથી બંધ હાલતમા રહેલી શામજીબાપુ શાકમાર્કેટ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હજુ ગઈકાલે જ ચાલુ કરવામાં આવી. ત્યારે આજરોજ અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાએ આ શાકમાર્કેટની મુલાકાત લીધી અને શાકભાજી વેચનાર વેપારીઓના હાલચાલ પૂછ્યા. અને વર્ષો બાદ શહેરને શાકમાર્કેટની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના સાવરકુંડલા નગરપાલિકાના ઐતિહાસિક નિર્ણયને બિરદાવતાં જોવા મળેલ. આ શાકમાર્કેટ ચાલુ થતાં શાકભાજી વેચનારને પણ સુવિધાયુક્ત થડા મળતાં ખુશ છે .જો કે આજરોજ અમાવસ્યા હોવાથી માર્કેટ યાર્ડમાં શાકભાજી લે વેચ સંદર્ભે રજા હોવાથી શાકમાર્કેટમાં શાકભાજી વેચનાર અને ખરીદનારની સંખ્યા પણ નહિવત જોવા હતી. એકંદરે સાવરકુંડલા શહેરને શાકમાર્કેટ ઉપલબ્ધ થતાં લોકો પણ ખુશ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જોવા મળે છે.
સાવરકુંડલા શહેરમાં કુંડલા વિસ્તારમાં દેવળા ગેઇટ વિસ્તારની શાકમાર્કેટની ઔપચારિક મુલાકાત લેતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા.


















Recent Comments