અમરેલી

સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગામના ખેડૂત યુવાન પાસે ખંડણી માંગી હતી તે હનીટ્રેપ ના બનાવમાં એક મહિલા સહિત ચાર ઝડપાયા.

ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક સાથે પરિચય કેળવીને બાદમાં કારમાં લઈ જઈને અન્ય ચાર ફોર વ્હીલ વાહનમાં નકલી પોલીસ બનીને આવેલા ઈસમોએ 3 લાખની ખંડણી માંગવાની ઘટનાનો અમરેલી જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો હતો ત્યારે  સાવરકુંડલા શહેરનું ટાઉન પોલીસ મથકમાં 3 ઈસમો નકલી પોલીસ અને સાથે ઊભેલી યુવતી છે અસ્મિતા લાભુ ચાવડા એ અઠવાડિયા અગાઉ ફેસબુક માધ્યમથી સાવરકુંડલા તાલુકાના ચરખડિયા ગામના હિતેશ લાલજી તળાવીયા નામના યુવક સાથે પરિચયમાં આવેલી આરતી પરમાર ફેક નામ ધારણ કરેલી આ અસ્મિતા ચાવડા  સાવરકુંડલા ની નાવલી નદી માંથી કાર માં બેસીને પ્રેમિકા બનીને મળવા જઈ રહી હતી ત્યારે હાથસણી રોડ પર પહોચ્યા ત્યારે ચાર ફોર વ્હીલ કારમાં 7 જેટલા ઈસમો આવીને કાર રોકાવી દીધી ને હિતેશ તળાવીયાને ક્યાં લઇ જા છો છોકરીને તેમ કહીને હાથમાં હાથકડી પહેરાવી ને પોલીસની ખોટી ઓળખ આપીને ડરાવવા ધમકાવ્યો હતો

બાદ ભોગ બનનાર હિતેશ તળાવીયાને પોતાના ગામ ચરખડિયા લઈ જઈને 3 લાખ આપવાની ખંડણી માંગી હતી પણ પોતાના ઘરેથી 3 લાખ આપુ તેમ કહી ચરખડિયા ગામ પહોંચેલા યુવક પોતાના ઘરની દિવાલ ટપીને નાસી છૂટયો હતો ને ગામના સરપંચને સમગ્ર ઘટનાની જાણ કરતા નકલી પોલીસ બનીને આવેલા શખ્સો નાસી છૂટ્યા હતા જે અને 31 જાન્યુઆરીએ હિતેશ તળાવીયાએ ફરિયાદ નોંધાવતા સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા 3 નકલી પોલીસ બનેલા ઇસમો, કૌશિક ઉર્ફે ભોલો રાધેશ્યામ,હરેશ ઉર્ફે લાલો ભૂપત રાઠોડ અને જયસુખ ધાંધલ સાથે આરતી પરમાર બનીને વાત કરતી અસ્મિતા લાભૂ ચાવડા નામની યુવતીને પોલીસે ટેકનિકલ સરવેલન્સ અને સી.સી.ટીવી ને આધારે ઝડપી પાડયા હતા

નકલી પોલીસ બનીને હનીટ્રેપ માં ફસાવવાનો કારસો રચનાર ખુદ પોલીસના પાંજરે પુરાઈ ગયા હતા નકલી પોલીસ બનીને આવેલા 7 થી 8 શખ્સો માંથી 3 નકલી પોલીસ અસલી પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા જ્યારે અન્ય નકલી પોલીસ બનેલા આરોપી ઓ કોણ કોણ હતા તે અંગે પોલીસે રિમાન્ડ મેળવી હની ટ્રેપ માં ફસાવનાર યુવતી અસ્મિતા ચાવડા સામે સુરત પોલીસ મથકમાં પણ હની ટ્રેપ નો ગુન્હો નોંધાયો હોવાની વિગતો Dysp હરેશ વોરા એ આપી હતી ને અન્ય કોઈ જો આવા હની ટ્રેપ નો ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.

Related Posts