fbpx
અમરેલી

દામનગર સુખડી વડી રૂપે આવક ઉભી કરવા પાલિકા એ ૧૮ વર્ષ પહેલાં બનાવેલ શાકમાર્કેટ ની હરાજી નું મહુર્ત નથી આવતું

દામનગર નગરપાલિકા વર્ષ ૨૦૦૫ માં  પંચાયત માંથી રૂપાંતર થઈ શહેર નો દરજ્જો પ્રાપ્ત કરતા ની સાથે પ્રથમ નગરપાલિકા ના બોર્ડ દ્વારા પાલિકા ને સુખડી વડી રૂપે આવક ઉભી કરવા શહેર ના અલગ અલગ વિસ્તારો શાકમાર્કેટ અને શોપિંગ સેન્ટરો બનાવ્યા ને આજે ૧૫ થી ૧૯ વર્ષ જેવો સમય થવા છતાં પાલિકા ને સુખડી વડી રૂપે આવક ઉભી કરવા બનાવેલ અવકો તો ઉભી થઇ નહિ આ મિલકતો વગર હરાજી એ પડ્યા પડ્યા ખઢેર બની રહ્યા છે પ્રજા ના પૈસા નો આવો વ્યય કેમ ? આવતા ભવિષ્ય ની દુરંદેશી કે આવડત વગર વિકાસ વિકાસ ની રમત રમતા સત્તાધીશો શેનો વિકાસ કરતા હશે ?  રામજાણે મોટા ભાગ ની સરકારી મિલકતો ઉપદ્રવ નો અડ્ડો બની રહી છે તો અમુક જગ્યા એ ડગલાધારી ઓનો ગેરકાયદેસર કબજો થઈ ગયો છે  દામનગર પાલિકા સત્તાધીશો ભલે  NCP બદલી ને BJP  માં આવ્યા છે તો એના એજ ને ? કોઈ આફ્રિકા થી થોડા આવ્યા છે ? 

પક્ષ કે પાર્ટી બદલવા સિદ્ધાંતો થોડા બદલાય જાય ? પક્ષ કે પાર્ટી ઓની નીતિ ઓ બદલાય પણ નૈતિકતા થોડી બદલાય ? વટાણા માટે વંઠી જતા સત્તાધીશો પ્રજા ના પૈસા નો આવો વ્યય ક્યાં સુધી કરતા રહેશે ? આવક ઉભી કરવા જોરશોર થી ઉભી કરાયેલ શાકમાર્કેટ અને શોપિંગો જાળવણી ના અભાવે ખઢેર બની રહ્યા છે વારંવાર ખાતમહુતો અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા છે પણ આનું લોકાર્પણ ક્યારે કરાશે ? હવે તો વિકાસ પડ્યો પડ્યો બગડી રહ્યો છે દરવાજા પણ નીચે પડી રહ્યા છે 

Follow Me:

Related Posts