fbpx
ગુજરાત

આશીર્વાદ માનવ સેવા ટ્રસ્ટ સુરત ૩૨ કરોડ ના ખર્ચે નિર્માણ માનવ મંદિર નું સંતો અને મંત્રી ઓની ઉપસ્થિતિ માં લોકાર્પણ

સુરત  કામરેજ સ્થિત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત આશીર્વાદ માનવમંદિર સેવા  સમાજ કલ્યાણ અર્થે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ માનનીય મસ્તસ્યોઉદ્યોગ , પશુપાલન અને ડેરી મંત્રી પરશોતમભાઈ રૂપાલા તથા ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ની સાક્ષી એ સંસ્થા ના ભવન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

“આશીર્વાદ માનવ મંદિરમાં રસ્તે રખડતા મંદબુદ્ધિના નિરાધાર લોકોને આશરો આપવામાં આવે છે. આ સર્વ લોકોને “પ્રભુજી” તરીકે ઓળખવામાં આવે છે. અહી અત્યાર સુધી ૪૩૫૦થી વધુ નિરાધાર લોકો આશરો લઈ ચૂક્યા છે. અહી રસ્તે રખડતાં “પ્રભુજીઓ”ને હૂફ આપવામાં આવે છે, તેઓને અહી લાવી ને પ્રેમભાવ આપવામાં આવે છે, તેમની ભુલાઈ ગયેલી યાદશક્તિને ફરી લાવવા માટેના પ્રયાસ કરવામાં આવે છે. આશરો લઈ રહેલા તમામ લોકોના સ્વાસ્થ્ય ની પણ કાળજી લેવામાં આવે છે. મંદબુદ્ધિના લોકોને પ્રેમભાવ આપીને સાજા કરી આજદિન સુધી ૨૩૫૦ થી વધારે લોકોનું મહારાષ્ટ્ર, ઓડિસ્સા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, બિહાર સહિત અનેક રાજ્યના તથા નેપાળના નિરાધારોને પોતાના પરિવાર સાથે મિલન કરાવીને નિજ પરિવારને સોંપ્યા છે.”  

ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઇ કુકડીયાએ જણાવ્યું કે અહર્નિશ સેવાનો વિચાર ધરાવનાર વરાછા વિસ્તારના યુવાનોએ પોતાના વિસ્તારમાં કોઈ નરાધમ દ્વારા સગર્ભા બનેલ બિનવારિસ, મનોદિવ્યાંગ મહિલાની પીડા જોઈ સ્વખર્ચે આવા રસ્તા પર રઝળતા, બિનવારિસ, નિરાધાર અને પીડિત માનસિક વિકલાંગ લોકોને આરોગ્યલક્ષી સારવાર સાથે નવજીવન આપવાનો વર્ષ ૨૦૦૪માં નિર્ધાર કર્યો અને સુરત અને અન્ય શહેરોના શ્રેષ્ઠીઓ દ્વારા અપાયેલ નાણાકીય સહાય અને અન્ય દાન થકી આ અદ્યતન સેવાભવન કાર્યરત થયેલ છે. સુરતના જાણીતા બિલ્ડર અને ગોયન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન શ્રી મનહરભાઈ કાકડીયા અને તેમનાં મિત્ર શ્રી ગોપાલભાઈ ડોકાનીયા દ્વારા રૂપીયા ૧૮ કરોડનાં માતબર દાન થકી તથા શ્રી અનુભાઈ તેજાણી અને શ્રી જસમત વિડિયાના સંયુક્ત તેમજ યુરો ફૂડ્સનાં શ્રી મનહરભાઈ સાંસપરાનાં રૂપીયા ૧ કરોડથી વધુનાં અને અન્ય દાતાઓના સહયોગથી કુલ રૂપિયા ૩૨ કરોડથી નિર્માણ પામેલ આ ભવનમાં હાલ ૩૮૮ પુરુષો અને ૧૬૬ મહિલાઓ સહિત ૫૫૪ વ્યક્તિઓ સંભાળ રહી રહ્યા છે. અહી નાના મેડીકલ ઓપરેશનો તથા ફીઝીયો થેરેપી માટેની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે

Follow Me:

Related Posts