રાજ્યમાં દરરોજ ૪૦થી વધુ અકસ્માતો થઈ રહ્યા છે
વિધાનસભામાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો વિધાનસભામાં રજૂ કરેલા વાર્ષિક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ ૨૦૨૧માં ૧૫૧૮૫ અને વર્ષ ૨૦૨૨માં ૧૫૭૫૧ થી વધું અકસ્માતો નોંધાયા છે એટલે કે રાજ્યમાં દરરોજ ૪૦થી વધુ અકસ્માતો થઈ રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૦માં આ અકસ્માતની સંખ્યા ૧૩૩૯૮ હતી એટલે તેમાં ૧૨ ટકાથી વધુનો વધારો થયો છે.
ગુજરાત રાજ્ય માર્ગ સલામતી સત્તા મંડળ દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા વર્ષ ૨૦૨૨-૨૩ના વાર્ષિક અહેવાલમાં આ વિગતો બહાર આવી છે. જાે કે,વર્ષ ૨૦૧૨થી૨૦૨૨માં ઘટાડો છે, પણ ૧૧ વર્ષમાં ઘટાડા પૈકી વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ એમ બે વર્ષમાં છેલ્લા બે વર્ષમાં વધારો જાેવા મળ્યો છે તે પણ ચોંકાવનારી બાબત છે. ઉપરાંત છેલ્લા ૧૧ વર્ષમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોની સંખ્યામાં પણ ૪૫.૪૩ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હોવાનું અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. અહેવાલમાં અકસ્માતોની સંખ્યા ઘટવા પાછળના કારણોમાં જણાવ્યું છે કે, રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે કડક પગલાં, લેન ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડ, માર્ગ પરથી દબાણ હટાવવું, યોગ્ય પાર્કિંગ, અન્ડર એઇજ ડ્રાઇવિંગ સામે સખત પગલા લેવાતા અકસ્માતોની સાથે ઇજાગ્રસ્તોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું નોંધ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૧ વર્ષમાં વર્ષ ૨૦૧૨માં સૌથી વધુ ૨૭,૯૪૭ અકસ્માત થયા હતા.
Recent Comments