અમરેલી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના અમરેલી સિટી માં યુથ વિંગ ની ટીમ જાહેર કરવામાં આવીઅક્રમ કલીમલી ની અમરેલી સિટી ઇન્ચાર્જ તરિકે નિમણુક કરી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન પ્રમુખ ઈકબાલ મેમણ ઓફિસર નું સ્વપ્ન અને મિશન કે ભારતની સમગ્ર મેમણ જમાતમાં યુવા ટિમ બને અને તેવો તેમની જમાત અને ફેડરેશનને મજબૂત કરે અને સૌરાષ્ટ્ર ના મેમણ યુવાનો ફેડરેશન સાથે જોડાય ને ફેડરેશન અને તેમની લોકલ જમાત ની પવૃત્તિ માં રસ લઇ ને આગળ આવે તે હેતુ થી માર્ચ 2018 માં સૌરાષ્ટ્ર માં યુથ વિંગ ની સ્થાપના કરવા માં આવી.

સૌરાષ્ટ્ર યુથ વિંગ મજબૂત બને તે હેતુ થી ઓલ ઇન્ડિયા મેમણ જમાત પ્રમુખ ઈકબાલ મેમણ ઓફિસર અને યુથ વિંગ ના ચેરમેન ઇમરાન ફુટવાળા અને નેશનલ સેક્રેટરી યાસીનભાઈ ડેડા ની મંજુરી થી સૌરાષ્ટ્ર ઝોન ના ઉપપ્રમુખ યુનુસભાઇ દેરડીવાલા ના માર્ગદર્શન નીચે અમરેલી મેમણ જમાત પ્રમુખ હાજી અમીનભાઈ નગરિયા ચર્ચા કરીને સૌરાષ્ટ્ર ઝોનના યુથ વિંગ ઇન્ચાર્જ આદિલ દોલા અને કો-ઓર્ડીનેટર એઝાઝ નેવીવાલા અને કન્વીનર એડવોકેટ અજીમ લાખાણી દ્વારા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન અમરેલી ના ઇન્ચાર્જ તરિકે અક્રમ કલીમલી ની નિમણુક કરી છે અમરેલી માં આગામી દિવસો માં અનેક કેમ્પ નું આયોજન કરવામાં આવશે.

વધુમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર એડવોકેટ અજીમ લાખાણી જણાવેલ કે આગામી દિવસો માં સૌરાષ્ટ્ર માં વધુ માં વધુ મેમણ સમાજ માં યુવાનો ફેડરેશન સાથે જોડાય તે માટે સૌરાષ્ટ્ર નવી ટિમો ની રચના કરવામાં આવશે

આ નિમણુક ને યુનુસભાઇ દેરડીવાલા, હાજી અમીનભાઈ નગરિયા, રાજુભાઈ મિલન, એડવોકેટ અજીમ લાખાણી, સલીમભાઇ ઘોઘારી, અસ્ફાક ધાનાણી, આસિફ નગરિયા દ્વારા અવકારેલ છે.

Related Posts