સાવરકુંડલા શહેરમાં સરકારી પ્રાથમિક શાળા નંબર પાંચ ખાતે ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે પ્રાકૃત્તિક ખેતીની માહિતી પ્રદાન કરવા અંગે વર્કશોપ યોજાયો.
તા.૦૫/૦૨/૨૦૨૪ તથા ૦૬/૦૨/૨૦૨૪ ના રોજ સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પે સેન્ટર શાળા નં.૫ ના ધોરણ ૬ થી ૮ ના ૭૫ વિદ્યાર્થીઓને પ્રાકૃત્તિક ખેતી અંતર્ગત જય રામનાથ વર્મી કમ્પોસ્ટના સાર્થકભાઈ અશ્વિનભાઈ ઠાકર દ્વારા પ્રાકૃત્તિક ખેતી કેવી રીતે કરવી તથા પ્રાકૃત્તિક ખેતીના ફાયદાઓ સમજાવવામાં આવ્યા, તેમજ હાલની પરિસ્થિતિમાં કૃત્રિમ ઝેરયુક્ત ખાતરમાં ઉગાડેલા શાકભાજી તથા અનાજ ખાવાથી કયા કયા રોગો થાય છે તેની સમજ આપવામાં આવી અને બાળકોને અળસિયાના ખાતરના પ્લાન્ટની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી. જેમાં અખંડ શ્રમજીવી એવા અળસિયા કેવી રીતે ખાતર બનાવે તેની માહિતી આપવામાં આવી. જેમાં બ્રાંચ શાળા નં.૫ પ્રિન્સિપાલ અભિષેકભાઈ પંડ્યા તથા શિક્ષક હિરેનભાઈ જીકાદ્રાનો સહયોગ મળેલ.
Recent Comments