અમરેલી

ગાધકડા અને પીઠવડી ગામના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સેતુ અંતર્ગત શ્રી પી. પી. એસ. હાઇસ્કૂલ વંડાના મ. શિ. પ્રહલાદભાઈ ચૌહાણ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવેલ

“શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ” નેજા હેઠળ ચાલતું સમગ્ર ગુજરાતમાં એક મહાઅભિયાન શરુ કરવામાં આવ્યું છે. ‘દસ-બાર ચપટીમાં પાર’.આ અભિયાન અંતર્ગત આગામી યોજાનાર માર્ચ ૨૦૨૪ ની એસએસસી/એચએસસી પરીક્ષામાં વિદ્યાર્થીઓ તનાવમૂકત તથા કોઈપણ ભય વિના પરીક્ષા આપી શકે અને ઝળહળતી સફળતા મેળવી શકે તેવાં હેતુથી ગુજરાતમાંથી તજજ્ઞો દ્વારા સ્વ ખર્ચે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ મળીને તેની સાથે સંવાદસેતુ રચી પરીક્ષામાં મૂંઝવતા પ્રશ્ર્નોની ચર્ચા કરી સંતોષજનક ઉતરો આપવા એવો એક અભિગમ અપનાવ્યો છે.

આજ  તારીખ ૧૫-૨-૨૪ ને ગુરુવારનાં રોજ શ્રી ગાધકડા માધ્યમિક શાળા-ગાધકડા અને શ્રી દિવાળીબા હાઈસ્કૂલ-પિઠવડી મૂકામે આ મંચ સાથે જોડાયેલ શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડાના    (મ.શિ.) પ્રહલાદભાઈ કે. ચૌહાણ દ્વારા એક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓની સાથે આ વિષય અંતર્ગત સંવાદસેતુ સાધવામાં આવ્યો હતો. ગાધકડા અને પિઠવડી શાળાનાં ધોરણ ૧૦ અને ૧૨ આશરે ૧૮૫ જેટલાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શ્રોતાઓ બની શાંતિથી શ્રવણ કર્યું હતું અને પરીક્ષા અનુસંધાને મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરી ઉતરો મેળવી માર્ગદર્શન મેળવ્યું હતું. શાળાનાં આચાર્ય શ્રી અને સમગ્ર સ્ટાફપરિવારે પણ પૂર્ણ સહયોગ અને સહકાર આપી વ્યાખ્યાનને ઉજળુ બનાવ્યું હતું.

Related Posts