ભારત અને કતાર વચ્ચેના ઐતિહાસિક ઘનિષ્ઠ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતાર પહોંચ્યા હતા. કતારના વિદેશ રાજ્ય મંત્રી સુલતાન બિન સાદ અલ-મુરૈખીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. આ પછી ભારતીય સમુદાયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીએ ટિ્વટ કરીને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. “દોહામાં અસાધારણ સ્વાગત! હું ભારતીય ઇમિગ્રન્ટ્સનો આભારી છું. ૨૦૧૪ બાદ વડાપ્રધાન તરીકે મોદીની કતારની આ બીજી મુલાકાત છે.
દરમિયાન, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટિ્વટ કરીને માહિતી આપી હતી કે ભારત-કતાર ભાગીદારીને આગળ વધારતા પીએમ મોદીએ દોહામાં કતારના વડા પ્રધાન અને વિદેશ પ્રધાન એચએચ મુહમ્મદ બિન અબ્દુલ રહેમાન સાથે અર્થપૂર્ણ બેઠક કરી હતી. ચર્ચામાં વેપાર અને રોકાણ, ઉર્જા અને નાણા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. સોમવારે પીએમ નરેન્દ્ર મોદીની કતારની મુલાકાતની ઘોષણા પૂર્વે, કતારે જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મુક્ત કર્યા અને તમામ સ્વદેશ પરત ફર્યા. મોદીએ રવાના થતા પહેલા પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે કતારમાં ૮,૦૦,૦૦૦ થી વધુ ભારતીયોની હાજરી એ આપણા લોકો વચ્ચેના મજબૂત સંબંધોનો પુરાવો છે.અમીર સાથેની વાતચીત ઉપરાંત મોદી કતારમાં અન્ય મહાનુભાવોને પણ મળ્યા હતા.કતારમાં ૮,૦૦,૦૦૦થી વધુ ભારતીયોની હાજરી છે.



















Recent Comments