અમરેલી

બાકી રહેતા લાભાર્થી ખેડૂતોને રાષ્ટ્રવ્યાપી દસ દિવસીય ઝૂંબેશ દરમિયાન  e-KYC  પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ

પી.એમ. કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ૧૫માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને ૧૫મો હપ્તો મળ્યો ન હોય તો ૧૫મો હપ્તો અને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી 

બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેવું. રાજ્ય સરકાર દ્વારા તા.૧૨ ફેબ્રુઆરી૨૦૨૪ થી શરુ કરવામાં આવેલું આ અભિયાન તા.૨૧ ફેબ્રુઆરી૨૦૨૪ સુધી કાર્યરત રહેશે.

તા.૨૧ ફેબ્રુઆરી૨૦૨૪ દરમિયાન કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે દસ દિવસીય રાષ્ટ્રવ્યાપી “e-KYC”માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે લાભાર્થીઓનું ઈ-કેવાયસી બાકી છે તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ/નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.

        આ ઉપરાંત અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી/તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી/જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીએ રુબરુ ઉપસ્થિત રહી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા “e-KYC” કરાવી શકશે. ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન દ્વારા PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીના આધાર કાર્ડ દ્વારા ઓટીપીનો ઉપયોગ કરી લોગ ઈન કરી અન્ય ૧૦ લાભાર્થીઓનું ફેસ ઓથેંટીકેશન દ્વારા ઈ-કેવાયસી થઈ શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરબેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છેતેમ અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રીપી.બી. પંડ્યાએ  એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts