fbpx
ભાવનગર

જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ અંગે  કલેક્ટરશ્રી આર.કે.મહેતાએ સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા. ભાવનગરની કલેક્ટર કચેરીમાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી. એચ.સોલંકી, નાયબ વન સંરક્ષકશ્રી સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રી બેન જરું, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts