fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ નજીક ૪.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

પાકિસ્તાનના ઈસ્લામાબાદ નજીક શનિવારે સવારે ૪.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે શનિવારે સવારે ઇસ્લામાબાદ નજીક રિક્ટર સ્કેલ પર ૪.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ ૧૯૦ કિલોમીટર નોંધાઈ હતી. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પાકિસ્તાનમાં અલગ-અલગ તીવ્રતાના ભૂકંપ વારંવાર આવે છે. પરંતુ વર્ષ ૨૦૦૫માં પાકિસ્તાનમાં સૌથી ભયંકર ભૂકંપ આવ્યો હતો. જેમાં ૭૪ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.

હકીકતમાં, ગયા અઠવાડિયે પણ શનિવારે રાત્રે, પાકિસ્તાનના ઘણા શહેરોમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન રાજધાની ઈસ્લામાબાદ, લાહોર અને પેશાવરમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પાકિસ્તાન હવામાન વિભાગ (ઁસ્ડ્ઢ) અનુસાર, ઈસ્લામાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પીએમડીએ જણાવ્યું કે ભૂકંપની ઊંડાઈ ૧૪૨ કિલોમીટર હતી અને એપીસેન્ટર હિન્દુ કુશ ક્ષેત્ર હતું.

નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર અનુસાર, આ ભૂકંપ પાકિસ્તાનમાં શનિવારે રાત્રે ૧૦ઃ૪૪ કલાકે આવ્યો હતો. જેના કારણે પેશાવર, સ્વાત, ચિત્રાલ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભના આંચકા અનુભવાયા હતા.ગત મહિને આ વિસ્તારના કેટલાક ભાગોમાં ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ધ્રુજારી અફઘાનિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપના કારણે આવી હતી. જેના કારણે કાબુલથી ઈસ્લામાબાદ સુધીની ઈમારતો ધ્રૂજી ઉઠી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/