તમિલનાડુના વિરુધાનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, ૮ લોકોએ જીવ ગુમાવ્યા
ફટાકડાના કારખાનામાં વધુ એક મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત તમિલનાડુના વિરુધાનગર જિલ્લામાં થયો હતો. આ અકસ્માતમાં ૮ લોકોના મોત થયા છે, જ્યારે ૩ લોકો ઘાયલ થયા છે. ફાયર વિભાગ અને બચાવ વિભાગના અધિકારીએ દુર્ઘટના વિશે જણાવ્યું કે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં કુલ ૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. જાે કે અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પ્રાથમિક તપાસને દ્વારા પોલીસે જણાવ્યું કે મૃતકોમાં મહિલાઓ પણ સામેલ છે અને વિસ્ફોટોનું કારણ જાણવા મળ્યું નથી પણ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે દૂર દૂર સુધી દિવાલોનો કાટમાળ ઉડ્યો હતો.
Recent Comments