ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ (જી.ભાવનગ૨) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં સગુરૂદેવનાં અનન્ય ભક્ત તથા ઢસાગામનાં વતની હાલ અમેરીકા સ્થિત શ્રીતિ રમીલાબેન સુરેશભાઈ પ્રેમજીભાઈ ચોડવડીયા ની સુપુત્રી ચિ. ધ્વનિ સંગ ચિ. માનીલ નાં શુભલગ્ન પ્રસંગે આવેલ ભેટ સોગાદ રૂપી ૨કમ રૂા.૪,૫૦,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર પુરા ઉપરાંત દોહિત્ર ચિ. રૂદ્ર (ઉમર વર્ષ-૧) નાં જન્મદિવસ નીમિત્તે તેમનાં મમ્મી-પપ્પા શ્રીમતિ મહેકબેન ચિરાગભાઈ પટેલ અમેરીકા દ્વારા રૂા.૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર પુરા મળી કુલ રૂા.૫,૦૧,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ એક હજાર પુરા હોસ્પિટલમાં ગરીબ દર્દીઓનાં લાભાર્થે અર્પણ કરીને એક પ્રે૨ણાદાયી સેવાકાર્ય કરેલ છે.આ સરાહનીય અને પ્રેરણાદાયી અનુદાન અર્પણ ક૨વા બદલ હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રીમતિ રમીલાબેન સુરેશભાઈ પ્રેમજીભાઈ ચોડવડીયા તેમજ તેમનાં પરીવારજનોનો હદયપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ધ્વનિબેન આપણી હોસ્પિટલનાં ઘણીમોટી રકમનાં દાતા શ્રીમતિ સ્મિતાબેન શૈલેષભાઈ મોતીલાલ પટેલ અમદાવાદ નાં પુત્રવધુ છે.”પૂ. ગુરુદેવ તેમને સુખ, સમૃધ્ધિ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.”
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને ઢસા ચોરવડીયા પરિવાર ની પુત્રીરત્ન ના લગ્ન પ્રસંગે આવેલ ચાંદલા ના રૂ. ૪,૫૦,૦૦૦ નું દાન કર્યું

Recent Comments