ગુજરાત

પગાર માટે આંદોલન કરતાં શિક્ષકો પોતાની જવાબદારી નથી નિભાવી રહ્યાંઉમેદપુરા પ્રાથમિક શાળાના ગુલ્લીબાજ શિક્ષકો ચાલુ શાળાએ જમવા જતાં રહ્યાં

સૌ ભણે અને સૌ આગળ વધે તે માટે સરકાર અનેક પ્રયાસો કરે છે. પરંતુ સરકારના પ્રયાસો પર પાણી ફેરવવાનું કામ કેટલાક ગુલ્લીબાજ શિક્ષકો કરી રહ્યા છે. આ એ જ શિક્ષકો છે જે પગાર વધારવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે તો મોટા મોટા આંદોલનો કરી જાણે છે. પરંતુ જ્યારે વાત પોતાની નિષ્ઠા કે જવાબદારીની આવે તો છટકી જાય છે. ખેડા જિલ્લાના ઉમેદપુરા ગામમાં કેટલાક ગુલ્લીબાજ શિક્ષકો પકડાયા છે.

પ્રાથમિક શાળાના આ તમામ શિક્ષકો ચાલુ શાળાએ બાળકોને ભગવાન ભરોષે છોડી સામાજિક પ્રસંગમાં ભોજન માણવા જતા રહ્યા હતા. નડિયાદના ચકલાસી પાસે આવેલી ઉમેદપુરા પ્રાથમિક શાળાના ગુલ્લીબાજ શિક્ષકો.આ એવા શિક્ષકો છે જેમને પોતાની જવાબદારીનું ભાવ નથી. આ લોકો એટલા બેદરકાર અને પોતાની ફરજપ્રત્યે બેજવાબદાર છે તેઓ શાળાને નોંધારી છોડી એક સામાજિક પ્રસંગમાં ભોજનની મોજ માણવા જતા રહ્યા હતા. સામાજિક પ્રસંગમાં જવું જરા પણ ખોટું નથી. પરંતુ ચાલુ શાળાએ જવું કેટલું ઉચિત છે? એટલું જ નહીં જાે વારાફરતી એક-બે જણા ગયો હોત તો વાંધો નહીં પરંતુ આ તમામ એક સાથે ચાલુ શાળામાંથી ગુલ્લીમારીને જતા રહ્યા હતા.

આ ગુલ્લીબાજ શિક્ષકોની ગુલ્લીનો કોઈને પણ ખ્યાલ ન આવતો. પરંતુ ગામના જ એક જાગૃત નાગરિકે શાળામાં પહોંચી એક વીડિયો બનાવ્યો. અને ત્યારબાદ તેને વાયરલ કરતાં આ શિક્ષકોની પોલ પકડાઈ ગઈ. વીડિયોમાં જાેઈ શકાય છે કે જાગૃત નાગરિક એક એક વર્ગખંડમાં જાય છે. અને વિદ્યાર્થીઓને પૂછે છે કે સાહેબ ક્યાં ગયા? બિચારા બાળકો પાસે તો શું જવાબ હોય? એક પણ વર્ગખંડમાં શિક્ષક હાજર નહતા. સ્ટાફ રૂમમાં પણ આ શિક્ષકો જાેવા ન મળ્યા.

Related Posts