શેત્રુંજી ડેમ પ્રાથમિક શાળા ખાતે સાઉન્ડ સિસ્ટમ અર્પણ નો કાર્યક્રમ યોજાયો.
મુંબઇ સ્થિત વતનપ્રેમી દાતા શ્રી પરમાનંદદાદા અને શ્રી હેમંતભાઈ આ કાર્યક્રમમાં આવીને બાળકોને ભેટ આપી હતી. સાથે આ શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી જીતુભાઈ જોશી હાજર રહી બાળકોને દાનની સરવાણીને બિરદાવી હતી. આ શાળામાં દાતાશ્રી દ્વારા મુવેબલ માહિતીને અર્પણ કરાયું હતું. સાથે બધા જ બાળકોને બોલપેન અને ભાઈઓને કપડાં આપવામાં આવ્યા હતા. અને સૌ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. દાતાશ્રી શ્રીમતી સુશીલાબેન પરમાનંદભાઈ શાહ, શ્રીમતી હીરાબેન બટુકલાલ શાહ, શ્રીમતી રેણુબેન અનિલભાઈ શાહ તથા શ્રીમતી ડૉ. મોનાબેન અમિતભાઈ શાહ તરફથી દાનની સરવાણી વહી હતી. સાથે એમના ગામ જન્મ સ્થળ લાપાળિયા પ્રાથમિક શાળામાં પણ મુવેબલ માયક અને લાપાળીયા હાઈસ્કૂલમાં ટેબલ 2, શ્રી ખોડીયાર નગર પ્રાથમિક શાળામાં બાળકો માટે સ્ટેશનરી, લામધાર પ્રાથમિક શાળામાં મુવેબલ માઇક.સાજણાસર પ્રાથમિક શાળામાં અને રાજપરા પ્રાથમિક શાળામાં લાકડા કબાટ, હડમતીયા પ્રાથમિક શાળામાં ખજૂરી રોપા 111, હસ્તગીરી કેવ શાળામાં મુવેબલ માઈક, કદંમગીરી પ્રાથમિક શાળામાં ટ્રેક્સૂટ અને દેવલી કન્યા શાળા તળાજાને રમતગમતના સાધનો અર્પણ કરાયા હતા.સાથે 600 બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઇ હતી. દાતા ના આ શિક્ષણ પ્રેમને સૌ એ બિરદાવ્યો હતો.
Recent Comments