fbpx
ભાવનગર

માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને પાંચ નો ચેક અર્પણ કરતા નાકરાણી પરિવાર

ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત એવા સુરત સ્થિત શ્રીમતિ કંચનબેન કરશનભાઇ ભીખાભાઈ નાકરાણી પરીવાર દ્વારા તેમના માદરે વતન જામબરવાળા (તા.બાબરા, જી.અમરેલી) મુકામે તેઓશ્રીનાં સંપૂર્ણ આર્થિક સહયોગથી નિર્મીત થયેલ “શ્રી રામજીમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ” તા.૨૨.૨.૨૦૨૪ નાં રોજ સંપન્ન થયેલ. આ શુભપ્રસંગે નાકરાણી પરીવાર દ્વારા આપણી હોસ્પિટલનાં દર્દીનારાયણની નિ:શુલ્ક સા૨વા૨ અર્થે સહભાગી થવાનાં શુભાશયથી રૂા.૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરાનાં અનુદાનનો ચેક  (સુ૨ત-અમદાવાદ) નાં પ્રણેતા ક્રાંતિકારી સંતશ્રી સશ્રી સ્વામીજી નાં વરદહસ્તે બોટાદ જીલ્લા પંચાયતનાં પૂર્વપ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી તેમજ સંતો મહંતો અને વિશાળ સંખ્યામાં મહેમાનો-ગ્રામજનોની ઉપસ્થિતમાં હોસ્પિટલનાં ઉપપ્રમુખ-બી.એલ.રાજપરા અને ટ્રસ્ટી-કનુભાઈ ભીંગરાડિયા ને અર્પણ ક૨વામાં આવેલ.દાતા પરીવાર શ્રીમતિ કંચનબેન કરશનભાઈ ભીખાભાઈ નાકરાણી નું હોસ્પિટલનાં ટ્રસ્ટી- બી.એલ. રાજપરા અને  હિરાભાઈ નાકરાણી દ્વારા મોમેન્ટો અને શાલ અર્પણ કરીને સન્માનિત ક૨વામાં આવેલ. આટલી મોટી રકમનું અનુદાન આપવા બદલ હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ વતિ દાતા પરીવારનાં પુત્રો પરેશભાઈ,  નિકેશભાઈ તથા  દર્શનભાઈ નો હદયપૂર્વકનો આભાર માનવામાં આવેલ છે.“પૂ. ગુરુદેવ તેમને સુખ, સમૃધ્ધિ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.”

Follow Me:

Related Posts