દામનગર પાલિકા આકારા પાણી એ. ભૂતિયા જળ કનેક્શન ની ઝુંબેશ ઉપાડી દંડાત્મક કાર્યવાહી
દામનગર શહેર માં ઘણા સમય થી ભૂતિયા નળ કનેક્શન ની ઉઠતી ફરિયાદ સામે પાલિકા તંત્ર એ ભૂતિયા નળ જોડાણ સર્વે ની ઝુંબેશ ઉપાડી પ્રથમ દિવસે જ એક શેરી માંથી જ સાત ભૂતિયા નળ કનેક્શન મળ્યા દામનગર શહેર માં એક સપ્તાહ માં સામે ચાલી ને મિલ્કત ધારકો એ સ્વેચ્છાએ ભૂતિયા નળ જોડાણ ની ૧૫૦૦ રૂપિયા ફી ભરી જવા માટે એક સપ્તાહ સુધી ની મુદત આપી છે ભૂતિયા નળ જોડાણ ની સ્વેચ્છાએ ૧૫૦૦ ફી ભરી જનાર ને દંડ અને નામ જાહેર માંથી મુક્તિ અપાશે તેમ પાલિકા ના આકારણી અધિકારી એ જણાવ્યું હતું
જે તે વિસ્તાર માં ભૂતિયા નળ જોડાણ નો સર્વે કાયમી રીતે ચલાવશે ગેર કાયદેસર નળ જોડાણ મેળવી લેનાર સામે પાલિકા ની જોગવાઈ હેઠળ દંડાત્મક કાર્યવાહી અને નામ જાહેર કરી સરકારી સંપત્તિ ને નુકશાન કરવા સુધી ના પગલાં લેવાશે તેમ જણાવ્યું હતું આજે નગરપાલિકા કચેરી ના સ્ટાફ દ્વારા સાધન ચેકિંગ દરમ્યાન એક શેરી માંથી સાત જેટલા ગેરકાયદેસર કનેક્શન મળી આવ્યા હતા સત્તાધીશો ના જણાવ્યા મુજબ પંદર સો થી બે હજાર જેટલા ભૂતિયા નળ કનેક્શન હોવા નો અંદાઝ છે ઓડિટ અહેવાલ ના રેકડ મુજબ કુલ મિલ્કત સામે ૫૦% જેટલા જ નળ કનેક્શન હોવા થી મોટા પ્રમાણ માં ભૂતિયા નળ કનેક્શનો મિલ્કત ધારકો એ જાતે મેળવી સરકારી સંપત્તિ ને કાયમી નુકશાન કરતા હોવા નું સામે આવતા આ પાલિકા તંત્ર એ ઝુંબેશ હાથ ધરી છે
Recent Comments