fbpx
ગુજરાત

ઉત્કર્ષ એજ ઉદ્દેશ સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થી ની અધ્યક્ષતા માં શિક્ષકોનું સન્માન સમારોહ યોજાયો

સુરતના પૂણા વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મમાં ઉત્કર્ષ કેળવણી મંડળ દ્વારા શિક્ષક અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થીના વરદહસ્તે શિક્ષકોનું સન્માન કરાયું હતુ .કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ કહેતા હતા કે “શિક્ષક તેના વિચારો થી તો ભણાવે જ છે પણ શિક્ષક તેના આચરણ થી ભણાવે એની મારા મન મોટી કિંમત છે” એક શિક્ષક નું કાર્ય એ ભૂતળ માં વહેતી સરવાણી જેવુ છે સરવાણી દેખાઈ નહિ પણ કુવા માત્ર ને સજીવન કરે છે

એમ સમાજ ની સત્વ સમૃદ્ધિ આખરે શિક્ષક ને આભારી છે ગુજરાત ના ખૂણે ખૂણે ઊંચું માથું કર્યા વિના બાળ કેળવણી નું કાર્ય કરતા વિધાસેવી ઓને પોખવા નો અનેરો અવસર એટલે શિક્ષક અભિવાદન સમારોહ માં બારડોલી સ્વરાજ આશ્રમ ના પૂજ્ય નિરંજનાબા ની અધ્યક્ષતા માં રિચથીંકર સમાજ શ્રેષ્ટિ કાનજીભાઈ ભાલાળા લવજીભાઈ બાદશાહ રાજુભાઈ માંગુકિયા સ્વાતિબેન સોસા પરિમલભાઈ પટેલ હરિભાઈ કથીરિયા ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ ના મુકેશભાઈ ધામેલીયા સહિત સુરત શહેર ના અનેકો કેળવણી રત્નો ઉદ્યોગરત્ન સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં “નાનાભાઈ ભટ્ટ અગસ્ત્ય” પુરસ્કાર થી શ્રીમતિ વૈશાલીબેન સાવલિયા આચાર્ય ઈશ્વર પેટલીકર શાળા સુરત ચેતનભાઈ હિરપરા આચાર્ય મહારાજ કૃષ્ણકુમારસિંહજી શાળા સુરત આચાર્ય નીતિનકુમાર પાઠક રંગાપુર શાળા વાંસદ નવસારી આચાર્ય અશોકભાઈ રાઠોડ આંકોલાળી તા પાલીતાણા ને સન્માનિત કરાયા હતા

“શ્રી મનુભાઈ પંચોળી દર્શક” સોક્રેટિસ પુરસ્કાર થી રાધવજીભાઈ કટકીયા મિતિયાળા જાફરાબાદ કિરીટભાઈ ગોસ્વામી મ્યુનિસિપલ હાઇસ્કૂલ જામનગર મુકેશભાઈ પઢારિયા જોરાવરનગર સુરેન્દ્રનગર કૃપાબેન પટેલ સંત શ્રી સવૈયાનાથ સુરત હિમતભાઈ રાઠોડ દુપકા શાળા સિહોર નું ગૌરવંતુ સન્માન કરાયું હતું “માં જેયલું સ્તર ધરાવતા માસ્તર” નું ગદગદિત કરતું સન્માન સમારોહ નું અદભુત આયોજન કરતી સંસ્થા એટલે ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ સુરત શહેર માં ઠેર ઠેર પુસ્તક પરબ દ્વારા લાખો શહેરીજનો ની વાંચન ભૂખ સંતોષવા નું વંદનીય કરતા જીતુભાઇ મકવાણા કિશોરભાઈ પરમાર સંજયભાઈ કાત્રોડીયા અલ્પેશભાઈ પીપળીયા રાધવભાઈ ડાભી સહિત ના સંકલન થી તા.૨૭/૦૨/૨૪ ના રોજ યોગીચોક પુણા રોડ સિલ્વર ફાર્મ સુરત ખાતે યોજાયો હતો અન્ન દાન કરતા વિદ્યા દાન ચડિયાતું છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે આવા વિધાસેવી ઓ આવતા ભવિષ્ય નું મિષ્કર્ષ ઘડતર કરતા શિક્ષકો સન્માન કરી ઉત્કર્ષ એજ ઉદ્દેશ સાથે ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ નો સુંદર કાર્યકમ યોજાયો હતો 

Follow Me:

Related Posts