fbpx
અમરેલી

ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો. એન.આર.આઈ. મહેમાનો સહીત બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ.. 

માનવસેવા અને લોક કલ્યાણકારી કાર્યોની અવિરત ધારા વહેડાવતી ભગીરથી રૂપી સંસ્થા, ચલાલા અને આજુ – બાજુના વિસ્તાર માટે આશીર્વાદ રૂપ એવા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ચલાલા દ્વારા પૂ રતિદાદાના આશીર્વાદથી સર્વજ્ઞાતિય સમૂહ લગ્નની ઉજવણીના ભાગરૂપે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે અરવિંદ બારોટે લોકગીત, ગીત વગેરે ગાઈ ને જમાવટ કરાવી હતી તો મહેરાણ ગઢવીએ છંદ – દુહા સાથે જમાવટ બોલાવી હતી. ગોપાલ બારોટે ડાયરાનું સુંદર સંચાલન કરેલું હતું. હિતેશ અંટાળાએ હાસ્યનું મોજું ફેરવી દીધું હતું. અને બધાને પેટ પકડીને હસાવ્યા હતા. કાનજીભૂટા બારોટના પૌત્ર અભિરાજ બારોટે લગ્ન ગીત ગાઈને માહોલ બદલી નાખ્યો હતો. લોકસાહિત્ય, હાસ્ય, તથા ભજન ગાઈ એન.આર.આઈ. મહેમાનો, ગ્રામજનો તથા આસપાસના વિસ્તારમાંથી આવેલ લોકોને ખુબ આનંદ કરાવ્યો હતો. ત્યારબાદ મહેશભાઈ તથા શીતલબેનના લગ્ન દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ડાયરામાં  પધારેલ મહેમાનો માટે ચા- નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતભૂષણ મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતાએ કરેલું હતું

Follow Me:

Related Posts