સાવરકુંડલા ટાઉનમાં E-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુન્હામાં બે ઇસમોને મોબાઇલ સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ
સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા ની સૂચના અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની ની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે એક ઈસમને પકડી પાડી સદર ઈસમ વિરુદ્ધ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧ ૯૩૦ પરર૪૦ ૦૩૨/૨૦૨૪ આઇ.પી.સી. એકટ કલમ ૩૭૯, મુજબ મોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
– પકડાયેલ આરોપીની વિગત :
(૧) કાન્તિભાઇ કાળુભાઇ સોલંકી ઉ.વ.૫૦ ધંધો મજુરી રહે સાવરકુંડલા, કેવડા પરા ગાયત્રી મંદિર પાછળ તા.સાવરકુંડલા જી.અમરેલી
– પકડાયેલ મુદ્દામાલની વિગત :SAMSUNG કંપનીનો SAMSUMG A-13 મોડલનો કાળા કલરનો મોબાઇલ ફોન હોય જેના IMEI (1) 354690572160117 તથા (2) 355864862160116 મુજબના હોય જે કિ.રૂ.૧૭,૪૯૯/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા અના. હેડ કોન્સ જીતેન્દ્રભાઇ જીવરાજભાઇ, તથા પો.કોન્સ.નાગજીભાઇ રામભાઇ, પો.કોન્સ. ભરતભાઈ રાણાભાઇ, પો.કોન્સ. અનિલભાઇ નરશીભાઇ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments