છેલ્લા દોઢ દાયકાથી અવીરતપણે ભાવનગર જિલ્લાની 100 ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં દાતાઓની ઉદાર સખાવત ચાલુ રહી છે. જેના ભાગ રૂપે ચાલુ સાલેએચ.એમ.દોશી ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ ના દાતાશ્રી તરફથી ખોડીયાર નગર પ્રાથમિક શાળા માં દાતાશ્રી સન્માનનો કાર્યક્રમ યોજાયો.જ્યાં પરમાનંદદાદા એ. શાહની પ્રેરણાથી ખોડીયારનગર પ્રાથમિક શાળામાં દાતાશ્રીના પ્રતિનિધિ શાંતિલાલ પંડ્યા હાજર રહી બાળકોની સ્ટેશનરી અને એચ એમ દોશી ટ્રસ્ટ તરફથી આ બધા જ બાળકોને દફતર અને કપડાં આપવામાં આવ્યા હતા.
રંભાબા અમૃતલાલ શાહ પરિવાર તરફથી બધા બાળકોને શૈક્ષણિક કીટ પણ ફાળવવામાં આવી હતી. તેમજ આજુબાજુ ની 9 શાળાઓમાં 500 શૈક્ષણિક કીટ પણ વહેચવામાં આવી હતી. સાથે એચ એમ દોશી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઠાડચ પ્રાથમિક ,લાપાળીયા, વિઠલવાડી, ખોડિયારનગર શેત્રુંજી ડેમ પ્રાથમિક, શેત્રુંજીડેમ માધ્યમિક, સાજણાસર, ભુતડિયા, માંડવડા 2, જુનાપાદર, ગરાજીયા, લામધાર, ઠળિયા, દેવલી કન્યા, અનિડાડેમ વાડી, જૂનાલોચડા, માંડવડા 1, પાણીયાળી વાડી, ઉબુ ઠાડચ, ભુંડરખા 2, અનિડા કુંભણ અને કુંઢેલી શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને અને માતા-પિતા વગર અને જરૂરિયાતવાળા બાળકોને 500 દફતર અને 2500 કપડાંની ભેટ આપવામાં આવી હતી.
આ સાથે એવા જ દાતા પદ્માવતી ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગરના ઇન્દુબેન બીપીનભાઈ શાહ તરફથી મેઢા પ્રાથમિક શાળા, વીજાનાનેસ પ્રાથમિક શાળા અને પીપરલા પ્રાથમિક શાળાને લાઇબ્રે કબાટ અર્પણ કરવામાં આવ્યા હતાં. સાથે રેખાબેન મહેન્દ્રભાઈ મહેતા તથા શ્રીમતી પ્રિયાબેન ગૌરાંગભાઈ મહેતા તરફથી પાલીતાણા અને તળાજાની આજુબાજુની 26 પ્રાથમિક શાળામાં 5000 બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું.


















Recent Comments