ઈશ્વરિયા ધોરણ ૧૦ વિદ્યાર્થી શુભેચ્છા અભિવાદન
ગુણ ભલે ઓછા આવે જીવનમાં કાયમ જોમ રાખવા વિદ્યાર્થીઓને શીખ ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ વિદ્યાર્થી માટે શુભેચ્છા અભિવાદન કાર્યક્રમઈશ્વરિયા રવિવાર તા.૩-૩-૨૯૨૪પરીક્ષામાં ગુણ ભલે ઓછા આવે જીવનમાં કાયમ જોમ રાખવા ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને શીખ આપવામાં આવી. અહી ધોરણ ૧૦ વિદ્યાર્થી માટે શુભેચ્છા અભિવાદન કાર્યક્રમ યોજાઈ ગયો.
સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે માધ્યમિક શાળામાં આચાર્ય શ્રી નીતેશભાઈ જોષીનાં માર્ગદર્શન સાથે ધોરણ ૧૦ વિદ્યાર્થી માટે શુભેચ્છા અભિવાદન કાર્યક્રમ યોજાઈ ગયો. અહીંયા પ્રાથમિક શાળાનાં આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ, શિક્ષણ પ્રેમી અગ્રણીઓ શ્રી વીરશંગભાઈ સોલંકી, શ્રી પ્રમોદભાઈ મહેતા તથા શ્રી મૂકેશકુમાર પંડિતે કરેલી વાતમાં પરીક્ષામાં ગુણ ભલે ઓછા આવે જીવનમાં કાયમ જોમ રાખવા વિદ્યાર્થીઓને શીખ આપવામાં આવી.
શ્રી ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળા પરિવારનાં શ્રી દેવરાજભાઈ ઉકાણી, શ્રી ચિંતનભાઈ ત્રિવેદી સાથે શ્રી ભગીરથભાઈ સાંગાનાં આયોજન તળે વાલીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામના પાઠવવામાં આવેલ તેમજ વિશિષ્ટ વિદ્યાર્થીનું અભિવાદન કરાયું. આ શાળામાં અગાઉ સેવા આપેલ શિક્ષક શ્રી જાહિદભાઈ ગઢેરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળા દ્વારા આ વિદ્યાર્થીઓને પુરસ્કાર તેમજ શૈક્ષણિક સામગ્રી ભેટ આપવામાં આવેલ. વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સ્મૃતિ ભેટ અર્પણ થઈ હતી.
Recent Comments