ગુજરાત

સુરતના ડુમસમાં મોડી રાતે વરઘોડામાં ગીત વગાડવા મુદ્દે ઝઘડા બાદ પથ્થરમારો

પોલીસે બંને પક્ષના ૧૪ શખ્સોની અટકાયત કરીરાજ્યમાં અવારનવાર પથ્થરમારાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એક વાર આ પ્રકારની ઘટના બની છે. સુરતના ડુમસમાં વરઘોડામાં બબાલ બાદ પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. ડુમસ પોલીસે બંને પક્ષના ૧૪ શખ્સોની અટકાયત કરી છે. આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધાયો છે. ૧૪ શખ્સોને ૨ અલગ અલગ પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે.

ઇચ્છાપોર અને ઉમરા પોલીસ ખાતે આરોપીઓને રાખવામાં આવ્યા છે. ખલાસી અને કોળી પટેલ યુવકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. મોડી રાતે વરઘોડામાં ગીત વગાડવા મુદ્દે ઝઘડા બાદ પથ્થરમારો થયો હતો. સામસામે પથ્થરમારો થતા મહિલાઓ અને યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. તાત્કાલિક ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ડુમસ પોલીસે બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

Related Posts