fbpx
ભાવનગર

જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિના હસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત

સરકાર પાસેથી એક લાખ મળ્યા તેમાં દસ લાખ ઉમેરી હોસ્પિટલમાં અગીયાર લાખનું દાન. આ એવોર્ડ વિતરણ સમારંભમાં કેન્દ્રના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી જી. કીશન રેડ્ડી તથા કાયદો, ન્યાય તથા પાર્લામેન્ટરી અફેર્સ અને સાંસ્કૃતિક મંત્રી અર્જૂન રામ મેઘવાળ, સંગીત નાટક અકાદમીના ચેરમેન સંધ્યા પુરેચા અને સાંસ્કૃતિક મંત્રાલયના મહામંત્રી ગોવિંદ મોહન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પહેલી તસ્વિરમાં મહામહીમ રાષ્ટ્રપતિના વરદહસ્તે એક લાખનો એવોર્ડ સ્વીકારતાં અને બીજી તસ્વિરમાં સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલના આગેવાનોને અગિયાર લાખ અર્પણ કરતાં જગદીશ ત્રિવેદી જોવા મળે છે.છઠ્ઠી માર્ચ બુધવારની સાંજે જગદીશ ત્રિવેદીને દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના વરદહસ્તે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. તામ્રપત્ર, શાલ અને એક લાખ રુપિયાનો પુરસ્કાર મેળવી સમાજસેવક ત્રિવેદીએ તરત જ તેમાં દસ લાખ ઉમેરી સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં અગીયાર લાખ રુપિયાનાં ડીઝીટલ એકસરે મશીનનું દાન કર્યુ હતું. આ એવોર્ડ વિતરણ સમારંભમાં કેન્દ્રના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી જી. કીશન રેડ્ડી તથા કાયદો, ન્યાય તથા પાર્લામેન્ટરી અફેર્સ અને સાંસ્કૃતિક મંત્રી અર્જૂન રામ મેઘવાળ, સંગીત નાટક અકાદમીના ચેરમેન સંધ્યા પુરેચા અને સાંસ્કૃતિક મંત્રાલયના મહામંત્રી ગોવિંદ મોહન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પહેલી તસ્વિરમાં મહામહીમ રાષ્ટ્રપતિના વરદહસ્તે એક લાખનો એવોર્ડ સ્વીકારતાં અને બીજી તસ્વિરમાં સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલના આગેવાનોને અગિયાર લાખ અર્પણ કરતાં જગદીશ ત્રિવેદી જોવા મળે છે.

Follow Me:

Related Posts