ગુજરાત

માણાવદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ રાજ્યમાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. અહેવાલો અનુસાર, ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવતી માણાવદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. જણાવી દઈએ કે લાડાણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા સહિત ૩ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. અરવિંદ લાડાણી પાર્ટી અને પદ પરથી રાજીનામું આપનારા ચોથા ધારાસભ્ય હશે. રાહુલ ગાંધી આજે સાંજે ૪ વાગ્યે ન્યાય યાત્રા સાથે ગુજરાતમાં પ્રવેશવાના છે

અને સાંજે ૫ વાગ્યે ગુજરાતમાં કુલ ૧૭માંથી કોંગ્રેસના ચોથા ધારાસભ્ય તેમના પદ અને પક્ષમાંથી રાજીનામું આપશે. જણાવી દઈએ કે કોંગ્રેસના ગુજરાત એકમના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ મંગળવારે પાર્ટીના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેર સાથે ભાજપમાં જાેડાયા હતા. ગાંધીનગરમાં બીજેપીના સ્ટેટ હેડક્વાર્ટર ‘કમલમ’ ખાતે અન્ય કેટલાક નેતાઓ સાથે બંને નેતાઓ પાર્ટીમાં જાેડાયા હતા. ભાજપના ગુજરાત એકમના વડા સીઆર પાટીલે તેમને ભાજપની ટોપી અને પટ્ટા આપીને પાર્ટીમાં સામેલ કર્યા હતા. ગુજરાતના સૌથી વરિષ્ઠ અને સૌથી પ્રભાવશાળી વિપક્ષી નેતાઓમાંના એક, ૬૭ વર્ષીય મોઢવાડિયા લગભગ ૪૦ વર્ષથી કોંગ્રેસ સાથે જાેડાયેલા છે.

જણાવી દઈએ કે જાન્યુઆરીમાં અયોધ્યામાં આયોજિત ભગવાન રામ મંદિરના અભિષેક સમારોહનો ‘બહિષ્કાર’ કરવાના પક્ષના ર્નિણય પર નારાજગી વ્યક્ત કરીને મોઢવાડિયા અને ડેરે સોમવારે રાજીનામું આપી દીધું હતું. મોઢવાડિયાના રાજીનામા સાથે, ૧૮૨ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના અસરકારક ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૧૪ થઈ ગઈ છે. છેલ્લા ૪ મહિનામાં રાજીનામું આપનાર કોંગ્રેસના ત્રીજા ધારાસભ્ય છે. અગાઉ ચિરાગ પટેલ અને સીજે ચાવડાએ અનુક્રમે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં રાજીનામું આપ્યું હતું. હવે અન્ય ધારાસભ્ય અરવિંદ લાડાણીના રાજીનામાથી આ સંખ્યા ઘટીને ૧૩ થઈ જશે.

Related Posts