ઉમિયા માતાજી મંદિર લીલીયા મુકામે પાંચમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો રમાબેન અનિલભાઈ પારેખ મુંબઇ તરફથી આર્થિક સહયોગ
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના મહત્વના પ્રોજેક્ટ અંધત્વ નિવારણ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) અને શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલય અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઇના આર્થિક સહયોગથી પાંચમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ઉમિયા માતાજી મંદિર ઉમિયાધામ લીલીયા મોટા મુકામે તા.૦૭-૦૩-૨૦૨૪ ને ગુરુવાર સવારે ૯-૦૦ કલાકે આયોજીત કરવામાં આવેલ હતો.
આ નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દિપપ્રાગટ્ય શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના ઉપપ્રમુખ શ્રી મનસુખભાઇ ગાંગડિયા દ્વારા કરવામાં આવેલ હતું અને તેઓએ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ને અંધત્વ નિવારણ અંગેની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી અને આ કેમ્પનો વધુમાં વધુ દર્દીઓએ લાભ લેવા અપીલ કરી હતી.
આ કેમ્પમાં આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર દર્શિતભાઈ ગોસાઈ અને તેની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલીમાં લાવીને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપેલ છે. નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૪,૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૧૫૨ આંખ રોગના દર્દીઓએ લાભ લીધો હતો અને ૨૫ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા.
આ ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિઓની આંખના નજીક તથા દુરના નંબરની તપાસ કરી કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહત ભાવે ચશ્મા બનાવી આપવામાં આવેલ હતા. ઉમિયાધામ લીલીયા મુકામે આંખની તમામ પ્રકારની વિનામૂલ્યે સારવાર અને ઑપરેશન દર મહિનાના પહેલાં ગુરૂવારે નિષ્ણાત ડૉક્ટરની ટીમ દ્વારા કરી આપવામાં આવે છે.
આ કેમ્પને સફળ બનાવવા માટેલાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ લાયન કિશોરભાઈ શિરોયાના નેજા હેઠળ લાયન પ્રા.એમ.એમ.પટેલ, લાયન રમેશભાઈ ગોલ, લાયન સાહસભાઈ ઉપાધ્યાય ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી બાબુભાઇ ધામત, ઉપપ્રમુખશ્રી મનસુખભાઈ ગણેશભાઈ ગાંગડીયા, મંત્રીશ્રી બટુકભાઈ બી. સોળીયા, શાંતિભાઈ ટી. ધામત, મુકેશભાઈ સેખલીયા, વશરામભાઈ પરસોત્તમભાઈ ધામત, મગનભાઈ ભીખાભાઈ ધામત, ભગવાનભાઈ શેખલીયા, બટુકભાઈ ધામત, જીવરાજભાઈ વામજા તેમજ સુદર્શન નેત્રાલય તરફથી શ્રી નિલેશભાઈ ભીલ, બહાદુરભાઇ ભટ્ટ, હિંમતભાઈ કાછડીયા, નર્સિંગ સ્ટાફ જુલીબેન ગોંડલીયા, જીજ્ઞાબેન ડાભી, હેતલબેન સોલંકી, ઉર્વીશાબેન વ્યાસ, ધારાબેન પરમાર, ખુશ્બુબેન સૌંધરવા, ઝુનઝુનબેન બેરડીયા, દેવાંગીબેન ગોહિલ વગેરે તેમજ શ્રી દુષ્યંતભાઈ પારેખ, શ્રી અનિલભાઈ પારેખ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના સેક્રેટરી લાયન ઋજુલભાઈ ગોંડલીયાની યાદી જણાવે છે.
Recent Comments