સાવરકુંડલામાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં ૫૩મો વાર્ષિકોત્સવ અંતર્ગત આજરોજ ભવ્ય ઇનામ વિતરણ સમારોહનું આયોજન થયેલ.વાર્ષિકોત્સવના આ સમારોહમાં આદરણીય સ્વામી શ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી (પ્રમુખશ્રી – સ્વામિનારાયણ ગુરુકુળ), સમારોહના અધ્યક્ષ સ્થાને મહેશભાઈ કસવાલા (ધારાસભ્યશ્રી – સાવરકુંડલા/લીલીયા મતવિસ્તાર) તથા શ્રી હરેશભાઈ વોરા (ડી.વાય.એસ.પી સાવરકુંડલા), શ્રી દિપકભાઈ માલાણી (ચેરમેન માર્કેટિંગ યાર્ડ), શ્રી મેહુલભાઈ ત્રિવેદી (પ્રમુખ સાવરકુંડલા નગરપાલિકા)ના અતિથિ વિશેષ પદે દીપ પ્રાગટ્ય દ્વારા સમારોહને ખુલ્લો મુકાયો હતો. શ્રી એ.ડી.રૂપારેલ (વિભાગીય ટ્રસ્ટી) એ ઉપસ્થિત સંતો મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરેલ તેમજ નૂતન કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી જયંતીભાઈ વાટલીયા, વિભાગીય ટ્રસ્ટી એ.ડી. રૂપારેલ, ટ્રસ્ટી કનુભાઈ ગેડીયા, કારોબારી સભ્ય શ્રી અષ્ટકાંતભાઈ સૂચકે તમામ ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર તથા શાલ ઓઢાડી સન્માન કરેલ.
માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પોતાના કોલેજના સંસ્મરણો યાદ કરી ભવિષ્યની સોનેરી કેડી કંડારવા સૌને મહેનતથી લાગી પડવા જણાવ્યું હતું. સાવરકુંડલા શહેર તથા તાલુકાના વિકાસ અંગેની પણ તેમણે વાતો કરેલ. પૂજ્ય સ્વામી શ્રી હરિપ્રસાદદાસજીએ વિદ્યાર્થીઓને સાચું શિક્ષણ એ જ સંસ્કાર,કેળવણી,વિકાસનો પાયો છે તે અંગે શાસ્ત્રીય ઉદાહરણો સાથે સંદેશ આપેલ.શ્રી હરેશભાઈ વોરા એ પણ પોલીસ મિત્ર તરીકે હંમેશા તેઓ વિદ્યાર્થીઓના હિતમાં કામ કરે છે અને કરતા રહેશે તે વાત કરેલ તેમજ વિશેષમાં આવતા દિવસોમાં ફરી વિદ્યાર્થીઓને પીપાવાવ પોર્ટ તથા અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટ નો શૈક્ષણિક પ્રવાસ કરાવશે તેવું પ્રોમિસ આપેલ. ઈનામ વિતરણના સમારોહમાં સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ મેળવેલ શૈક્ષણિક તેમજ ઈત્તર પ્રવૃત્તિઓમાં સિદ્ધિ બદલ શિક્ષણ,સાહિત્ય,કલા, સ્પોર્ટ્સ તેમજ અન્ય પ્રવૃત્તિઓ અન્વયે કુલ ૨૮૦ વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલ.
સમગ્ર સમારોહ કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયાના માર્ગદર્શન અને આયોજન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયેલ. આજના સમારોહનું સંચાલન ગુજરાતી વિભાગના પ્રા.રીંકુબેન ચૌધરી તથા ડો.પ્રા.આશિષભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ તેમજ આભારવિધિ ડો.પ્રા.પુષ્પાબેન રાણીપાએ કરેલ.ભોજન સહિતના આ બંને દિવસના સમારોહમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમંગ ઉત્સાહ સાથે વાર્ષિકોત્સવની ઉજવણી કરેલ. સમગ્ર સમારોહને સફળ બનાવવા કોલેજના તમામ સ્ટાફ ગણે વિશેષ જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
Recent Comments